Site icon Revoi.in

કાર્તિક આર્યનની ફિલ્મ કેપ્ટન ઈન્ડિયાનો ફર્સ્ટ લૂક થયો આઉટ

Social Share

અભિનેતા કાર્તિક આર્યનની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ થયું છે. હંસલ મહેતાના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ કેપ્ટન ઈન્ડિયામાં કાર્તિક આર્યન પાયલોટની ભૂમિકામાં જોવા મળશે. પોસ્ટરમાં કાર્તિક આર્યન પાયલોટના અવતારમાં જોવા મળી રહ્યો છે. ફોટોમાં કાર્તિકને હેડ હાઉન કરતા જોવા મળે છે. જેથી તેનો પુરો ચહેરો બતાવવામાં નથી આવ્યો.

ફિલ્મની કહાની યુદ્ધગ્રસ્ત દેશથી ભારતના સૌથી મોટા અને સૌથી સફળ બચાવ મિશન પર પ્રેરિત છે. આ અંગે કાર્તિક આર્યનએ જણાવ્યું હતું કે, કેપ્ટન ઈન્ડિયા સમાન રૂપથી પ્રેરણાદાયક અને રોમાન્ચકારી છે અને આ સાથે આપણા દેશના આવા ઐતિહાસિક અધ્યાયનો હિસ્સો બનવાથી હું ગર્વ અને સમ્માન મહેસુસ કરું છે. હંસલ મહેતાના કામ પ્રત્યે મને માન છે અને તેમના કહયોગ વિના આ શક્ય ન હતું.

ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ જણાવ્યું હતું કે, કેપ્ટન ઈન્ડિયા જે સત્ય ઘટનાઓથી પ્રેરિત છે એક એવા સમયને ફરીથી દર્શાવશે જ્યાં એક આદમી પોતાનું દુઃખ અને પીડાને સાઈડમાં રાખીને હજારો લોકોનો જીવ બચાવે છે. ફિલ્મમાં રોની સ્ક્રૂવાલા અને હરમન બાવેજા સાથે કામ કરવાની ખુશી છે અને કાર્તિક સાથે કામ કરવાને લઈને ઉત્સાહિત છું.

ફિલ્મના લેખક અને નિર્માતા હરમન બાવેજાએ જણાવ્યું હતું કે, કેપ્ટન ઈન્ડિયા પ્રેરક માનવીય કહાની અને ચોમાંચક સિમેમાઈ અનુભવનું યોગ્ય સંતુલન છે. નિર્માતા તરીકે આની લાંબા સમયથી રાહ જોતો હતો. રોની સ્ક્રૂવાલા, હંસલ મહેતા અને કાર્તિક આર્યન પેશનેટ ટીમને સહયોગ આપવા ઉત્સાહિત છું. મને વિશ્વાસ છે કે, આ કહાની દરેક ભારતીયને પસંદ આવશે.

(Photo-Social Media)