Site icon Revoi.in

નાગાલેન્ડમાં પ્રથમ વખત કોઈ મહિલાએ વિધાનસભાની ચૂંટણીમાં બાજી મારી રચ્યો ઈતિહાસ, જાણો

Social Share

નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મહિલાની જીતે એક ઈતિહાસ રચાયો છે.રાજ્યમાં પ્રથમ વખત કોઈ મહિલા ઉમેદવાર વિધાનસભાની ચૂંટણીમાં જીતી હોય તેવુમ બન્યું છે.આ મહિલાનું નામ છે હેકાણી જાખાલુ દીમાપુર ત્રીજી વિધાનસભાથી જીત્યા છે.

રાજ્યમાં વિધાનસભા ચૂંટણીમાં માત્ર ચાર મહિલા ઉમેદવારોને દંગના મેદાનમાં ઉતારવામાં આવી છે. હેકાણી તેમાંના એક છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ ચૂંટણી દરમિયાન હેકાની માટે પ્રચાર કરવા માટે મુખ્યમંત્રી નેફિયુ રિયો સાથે પહોંચ્યા હતા.

જાણકારી પ્રમાણે હેકાણી  જખાલું એનડીપીપી દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. તેમણે LJP (રામ વિલાસ) ના અજેતો જીમોમીને કુલ1, 536 મતોથી હરાવ્યાછે અને પોતે જીતીને ઈતિહાસ રચી દીધો છે. 48 વર્ષિય હેકાની જખાલુ કેન્સે (1976 પછી જન્મેલા) નાગાલેન્ડના ભારતીય વકીલ અને સામાજિક ઉદ્યોગસાહસિક છે.યુનિવર્સિટી ઑફ સાન ફ્રાન્સિસ્કો સ્કૂલ ઑફ લૉમાંથી 2013માં કાયદાના માસ્ટર્સની ડિગ્રી મેળવી. તેણીએ નાગાલેન્ડના યુવાનોને વ્યવસાયની તકો મેળવવામાં મદદ કરવા માટે બિન-સરકારી સંસ્થા YouthNet નાગાલેન્ડની સ્થાપના કરી. તેણીને 2018 માં નારી શક્તિ પુરસ્કાર પુરસ્કારથી ઓળખવામાં આવી હતી.