Site icon Revoi.in

બલોચ હુમલામાં એક મેજર સહિત પાંચ પાકિસ્તાની સૈનિકોના મોત, 7 બળવાખોરો ઠાર મરાયાં

Social Share

નવી દિલ્હી, 14 મે 2026: Baloch attack બલુચિસ્તાનના બરખાન જિલ્લામાં બલુચ વિદ્રોહીઓએ એક મેજર સહિત પાંચ પાકિસ્તાની સૈનિકોની હત્યા કરી દીધી. સેના વિદ્રોહીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ગઈ હતી. સરકારનો દાવો છે કે આ કાર્યવાહીમાં સાત વિદ્રોહીઓ પણ માર્યા ગયા છે.

પાકિસ્તાની સેના અને બલુચિસ્તાન ફ્રન્ટિયર કોર્પ્સે સંયુક્ત રીતે મરખમના નોશમ વિસ્તારમાં એક ઓપરેશન શરૂ કર્યું હતું. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વિદ્રોહીઓ પાસેથી શસ્ત્રો, દારૂગોળો અને વિસ્ફોટકો મળી આવ્યા છે.

બલુચિસ્તાનમાં બળવાખોરો વારંવાર સુરક્ષા દળો અને સરકારી માળખાને નિશાન બનાવે છે. પાકિસ્તાની સરકાર આ હુમલાઓ માટે બલુચ લિબરેશન આર્મી (BLA) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) ને દોષી ઠેરવે છે.

વધુ વાંચો: મધ્યપ્રદેશ: દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, ત્રણ લોકોના મોત

Exit mobile version