Site icon Revoi.in

પાંચ પ્રકારના મોર્નિંગ ડ્રિંક્સ શરીર માટે આ રીતે છે ફાયદાકારક

Woman drinking fresh orange juice

Social Share

શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો દ્વારા અનેક પ્રકારના કાળજી અને કેર રાખવામાં આવતી હોય છે. પણ ક્યારેક સામાન્ય વસ્તુઓ કરવાથી પણ શરીરને સ્વસ્થ રાખી શકાય છે. તો એમાં સૌપ્રથમ આવે છે ગ્રીન ટી, જો કોઈ વ્યક્તિ ચાના શોખીન હોય તો તેણે આહારમાં ચોક્કસપણે ગ્રીન ટી અથવા લીંબુ ચાનો સમાવેશ કરવો જોઈએ. આ ખીલથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. વિટામિન સીની સાથે, તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે અને કુદરતી ચમક આપે છે.

બીજા નંબર પર આવે છે ફળોનો રસ, જાણકારી અનુસાર ફળોમાં વિટામિન અને સૂક્ષ્મ પોષકતત્વો ભરપૂર હોય છે. ગાજર, બીટ, દાડમ જેવા ફળો અને શક્કરીયા જેવા શાકભાજી ખનીજ અને વિટામિન્સથી સમૃદ્ધ છે જે ખીલમાંથી છુટકારો મેળવીને સ્વસ્થ અને સ્પષ્ટ ત્વચા મેળવવામાં મદદ કરે છે. ગાજર અને બીટરૂટમાં વિટામિન એ સારી માત્રામાં હોય છે, જે ખીલ, કરચલીઓ અને પિગમેન્ટેશનને રોકીને ત્વચાને સ્વસ્થ બનાવે છે.

હળદરનો પણ અલગ પ્રકારને ઉપયોગ કરી શકાય છે, કારણ કે તે એક પરંપરાગત અને આયુર્વેદિક દવા છે, જે એન્ટિબાયોટિક અને એન્ટી વાયરલ એજન્ટ તરીકે કામ કરે છે. તે એન્ટી-ઓક્સિડન્ટ્સથી ભરપૂર છે, જે વૃદ્ધત્વ પ્રક્રિયાને ધીમું કરે છે. રોજ સવારે દૂધ કે ગરમ પાણીમાં એક ચમચી હળદર મિક્સ કરીને પીવાથી ત્વચા સ્વસ્થ રહે છે.

તે પછી આવે છે મધ અને લીંબુ પાણી, તેને એક ગ્લાસ પાણીમાં બે થી ત્રણ ચમચી મધ, એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને સવારના પહેલા ડોઝ તરીકે પીવો. તે ઇલેક્ટ્રોલાઇટ તરીકે કામ કરે છે અને એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વૃદ્ધત્વ વિરોધી ઘટકો પણ બનાવે છે. આ શરીરમાંથી હાનિકારક ઝેર બહાર કાવામાં મદદ કરે છે. તે વજન ઘટાડવામાં પણ અસરકારક છે.

છેલ્લે છે પાણી ઉપચાર, એટલે કે યોગ્ય માત્રામાં પાણી પીવાથી આશ્ચર્યજનક પરિણામો જોવા મળે છે. આપણા શરીરના પ્રવાહીમાં 75 ટકા પાણી હોય છે અને પાણી આવી ઘણી જવાબદારીઓ નિભાવે છે, જેના કારણે ત્વચા સ્વચ્છ અને સ્વસ્થ રહે છે. બીજી બાજુ, પાણી આપણને ડિહાઇડ્રેશનથી પણ બચાવે છે, જેના કારણે ત્વચા શુષ્ક થતી નથી.