Site icon Revoi.in

તમારા ઘરમાં ફૂલ-છોડ બરાબર ઉગી રહ્યા નથી ? તો હવે અપનાવો  આ કેટલીક ટિપ્સ

Social Share

સામાન્ય રીતે દિવાળી આવતા જ ઘણાલોકો પોતાના ઘરમાં અનેક ફૂલોના છોડ ઉગાડતા હોય છે પરંતુ કેટલીક કસરને કારણે છોડમાં ફૂલો આવતા નથી અને છોડ કરમાઈ પણ જાય છે તો આવી સ્થિતિમાં કેટલીક ખઆસ ટિપ્સ છે જો તમે તેને ફોલો કરશો તો તમારા ફૂલ છોડ કરમાશે નહી અને તમારા છોડ પર ફૂલો પણ જલ્દી આવશે.

છોડ પર ફૂલો લાવવા અપનાવો આ ટિપ્સ

તમે નવો છોડ લાવો ત્યારે સૌ પ્રથમ સારી રીતે જમીનમાં નાઈટ્રોજનયુક્ત ખાતર મિક્સ કરો. આ પછી, માટીને વાસણ સમાન બનાવો અને પછી છોડ રોપો. છોડની ઉપરથી આ ખાતરને ક્યારેય ભેળવશો નહીં. આ સાથએ જ તમે ગાયનું છાણ જમીનને ફળદ્રુપ બનાવવાનું પણ કામ કરે છે. નવો છોડ લગાવતા પહેલા, તમારે જમીનમાં ગાયના છાણને સારી રીતે ભેળવી જોઈએ 

આ બધા સિવાય તમે મસ્ટર્ડ કેકને માટીમાં ભેળવીને તેને મેશ કરીને ખાતર તૈયાર કરી શકો છો.આ સહીત  તમે જમીનને ફળદ્રુપ બનાવવા માટે પથ્થરના પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો.

તમારા ઘરમાં જો છાસ ખાટ્ટી થઈ જાય તો તેને ફએંકશો નહી આ છાસને તમે ફૂલ છોડમાં નાખી દો જે ખાતરનું કામ કરે છે અને છોડવાનો ગ્રોથ કરે છે.

આ સિવાય તમે ગાયના છાણમાં ગુણ ભેળવીને પણ ફળદ્રુપ જમીન તૈયાર કરી શકો છો. આનાથી છોડની વૃદ્ધિ પણ સુધરે છે.

જો પાંદડાના ખાતરની વાત કરીએ તો વડ, કેળા અને પીપળાના જે પાન સુકાઈ ગયા હોય તેને જીણા જીણા કરી આ પાનનો પણ ખાતર તરીકે ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ ખાતર તરીકે પણ થાય છે.