Site icon Revoi.in

કિટન ટિપ્સઃ મન્ચુરિયન કે સલાડ બનાવવા માટે ચપ્પુના ઉપયોગ વગર જ કોબીજને સૌથી જીણું સમારવાની રીત

Social Share

 

કોબીજ સૌ કોઈનું પ્રિય સલાડ છે, સામાન્ય રીતે તેને જીણું જીણું સમારીને તેમાં અનેક મસાલા કે હબ્સ એડ કરીને સલાડ તરીકે ખાવામાં આવે છે, આ સાથે જ કોબીજનું હાલની સ્થિતિમાં મન્ચુરિયન બનાવવામાં ખૂબ જ ચલણ છે, મન્યૂરિયન બનાવવા માટે કોબિજને તદ્દન જીણુ સમારવું પડતું હોય છે, એટલે મહેનત વધી જાય છે, ત્યારે આવી કોઈ પણ વાનગી કોબીજની બનાવી હોય ત્યારે એક તદ્દન સરળ રીતથી કોબીજ સમારવું જોઈએ, જેથી તમારુ કામ સરળ બનશે.

જાણો કોબીજને ચપ્પુ વગર સમારવાની આસાન રીત

સૌ પ્રથમ કોબીજને ચપ્પુ વડે મોટા મોટા ટૂકડા કરી લેવા, અને જો ટૂકડાઓ ન કરવા હોય તો હાથ વજે કોબીજના દરેક પાંદડા જૂદા જૂદા પાડી લેવા, હવે તેને એક મોટા પહોળા વાસણમાં લો, ત્યાર બાદ એક સ્ટિલનો તેજ ઘાર વાળો ગ્લાસ લઈલો, હવે આ મોટા વાસણમાં કોબીજ  પર ગ્લાસને ઊંધો કરીને તેની ઘાર કોબીજને ઝડપથી ટચ થાય તે રીતે ફટાફટ ગ્લાસ કોબીજમાં મારતા રહો, જ્યા સુધી તમારી મરજીનું જીણું કોબીજ ન થાય ત્યા સુધી આ પ્રક્રિયા કરવી ,વધીને 5 થી 8 મિનિટની અંદર તમે 2 થી 4 કોબીજના દડાને જીણા સમારી શકો છો, આ છે તદ્દન સરળ રીત કોબીજને જીણું સમારવા માટેની.

ખાસ કરીને આ પ્રકારનું જીણું સમારેલું કોબીજ મન્યુરિયન બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે, આ સાથે જ કોબીજના ભજીયા બનાવવા માટે પણ જીણું સમારેલું કોબીજ વાપરવામાં આવે છે.

Exit mobile version