Site icon Revoi.in

સુંદરતા માટેની ટિપ્સ – પાતળી આઈબ્રોને જાડી કરવા અપનાવો ઘરેલુ ઉપાય

Social Share

સુંદર બનવા માટે સ્ત્રીઓ તો કોઈ પણ પ્રકારે પોતાના પગ પાછા કરે નહી, સુંદરતા માટે કેટલીક વાર તો સ્ત્રીઓ મોંઘા મેક-અપની ખરીદી કરતી હોય છે તો ક્યારેક મોંઘા પાર્લરમાં પણ પહોંચે છે. સ્ત્રીની સુંદરતામાં આઈબ્રો મહત્વનો ભાગ ભજવે છે અને તેના પર ખુબ ધ્યાન આપવામાં આવતું હોય છે. હવે ઘરેલુ ઉપાયથી જ આઈબ્રો બનાવી શકાશે.

દૂધ પ્રોટીનનો સારો સ્રોત પણ છે. જો તમે દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ભમર પર કાચું દૂધ લગાવીને હળવા મસાજ કરો છો, તો જ્યારે દૂધના પોષક તત્વો તમારી ભમરની આસપાસની ત્વચાની અંદર પહોંચે છે, ત્યારે તમારા વાળનો વિકાસ આપોઆપ વધી જાય છે.

જો ભમર પાતળી છે, જેના કારણે આઈબ્રોનો સંપૂર્ણ આકાર નથી બનાવી શકાતી, તો આ ઘરેલું ઉપાય જણાવવો જ જોઇએ. તમારે ફક્ત 2 વસ્તુઓની જરૂર છે, એક ડુંગળી અને બીજી વિટામિન ઇ તેલ, જેના માટે તમે કેપ્સ્યુલ્સનો ઉપયોગ કરી શકો છો.

લીંબુ અને નાળિયેરના તેલની મદદથી આઈબ્રોને જાડી બનાવી શકાય છે. આના ઉપયોગથી વાળ મુલાયમ બને છે. જો વાત કરવામાં આવે લીંબુ અને નાળિયેરના તેલની તો નાળિયેર તેલ પ્રોટીનથી ભરપૂર છે, તે વિટામિન ઇ, આયર્ન અને અન્ય પોષક તત્વોથી સમૃદ્ધ છે, જે વાળના વિકાસમાં મદદરૂપ છે, જ્યારે લીંબુમાં એવા તત્વો છે જે વાળને મુલાયમ બનાવે છે.

મહત્વની વાત એ છે કે આંખની ઉપરની આ ત્વચા ખુબ કોમળ અને મુલાયમ હોય છે તો કેટલાક લોકોને આ પ્રકારના ઘરેલુ ઉપાય માફક આવતા નથી, આ લોકોએ જાણકારની સલાહ લઈને જ ઉપયોગ કરવો જોઈએ.