Site icon Revoi.in

ચહેરાને નીખારવા માટે આ વસ્તુઓથી રહો દૂર, અપનાવો આ બ્યુટી ટીપ્સ

Social Share

દરેક વ્યક્તિને સુંદર દેખાવવું પસંદ હોય છે. જેથી લોકો મોંધી-મોધી પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કેટલીકવાર સામાન્ય ભૂલને કારણે સમસ્યાઓ ઉભી થાય છે. તેમજ સ્કીનની ચમક ઓછી થઈ જાય છે. જેથી નીચેની ભૂલ કરતા પહેચા ચેતજો…
• ચહેરા ઉપર ફેસપેક લગાવ્યું હોય તો 20 મિનિટ સુધી કોઈ કામ કર્યાં કરતા આરામ કરવો જોઈએ, ચહેરાને વધારે હલાવવો જોઈએ નહીં, તેનાથી સ્કીન ખેંચાય છે અને ચહેરા ઉપર સળ પડવા લાગે છે.
• ફેસપેકને 20 મિનિટથી વધારે સમય ચહેરા ઉપર રાખવાનું ટાળવું જોઈએ. તે સુકાય તે પહેલા જ હૂંફાણા કે ઠંડા પાણીથી મોઢુ ધોઈ નાખવું જોઈએ.
• ચહેરાને સાફ રાખવા માટે જોર-જોરથી ઘસવાનું ટાળવું જોઈએ. ચહેરાને વધારે ઘસવાથી તેની ઉપર ચિકાસ દૂર થાય છે અને ચહેરો સુકો થઈ જાય છે. આ ઉપરાંત ચહેરાને હંમેશા ઠંડા પાણીથી જ ધોબો જોઈએ.
• મોટાભાગના લોકો ચહેરાને ગરમ પાણીથી ધોવાનું પસંદ કરે છે. જો કે, ચહેરાને ઠંડા કે હુંફાડા પાણીથી ધોવાથી ચહેરો નિખરી ઉઠે છે.
• ચહેરા ઉપર કોઈ પણ પ્રકારના સાબુનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ, ચહેરાની ત્વચા નરમ હોય છે અને સાબુમાં વિવિધ કેમિકલ હોવાથી ચહેરાને આડ અસર થવાની શકયતા છે. જેથી બને તો ચહેરાને ધોવા માટે સાબુની જગ્યાએ ઘરેલુ ઉપચારની મદદથી ધોવો જોઈએ.
• ચહેરાના નિખાર માટે બને ત્યાં સુધી કેમિકલ યુક્ત ક્રીમ કે સાબુથી દૂર રહેવું જોઈએ. કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવાથી ચહેરો વધારે નીખરી ઉઠશે.