Site icon Revoi.in

ખતરનાક સ્ટંટથી ભરપુર ફિલ્મ ‘વૉર’ના એક સીન માટે રીતિક રોશને 300 ફૂટ ઊંચાઈએથી છલાંગ લગાવી

Social Share

બૉલિવૂડમાં ખુબજ આતુરતાથી રાહ જોવાતી ફિલ્મ વૉર માટે દર્શકો ખુબજ એક્સાઈટેડ બન્યા છે, આ ફિલ્મમાં બૉલિવૂડના બે મહાન એક્શન હીરો જોવા મળશે જેમાં એક છે રીતિક રોશન અને બીજો અભિનેતા છે ટાઈગર શ્રોફ.આ ફિલ્મમાં આ બન્ને એક્ટરર્સના રિલેશન ગુરુ-ચેલાના બતાવવામાં આવ્યા છે,પરંતુ સંજોગો બદલાતા તે બન્ને એક બીજાના દુશ્મન બની જાય છે.

આ ફિલ્મમાં રીતિક અને ટાઈગરના ધમાકેદાર સ્ટન્ટ જોવા મળશે,ત્યારે   ફિલ્મમાં રીતિક રોશન સાથે જોડાયેલી એક ખુબજ ખાસ જાણકારી મળી છે,આ જાણકારી મુજબ રીતિક રોશને આ ફિલ્મના એક સ્ટન્ટ માટે 300 ફૂટ ઊંચાઈએથી જંપ લગાવ્યો હતો.જે ખુબ જ રિસ્કી હતો,પરંતુ રીતિક રોશન તેના કામને લઈને કોઈપણ ખતરા સાથે લડી લે છે.સ્ટન્ટ તો રીતિકની રગેરગમાં જોવા મળે છે.

ફિલ્મનું ટ્રેલર જોયા પછી ખબર પડી જ જાય છે કે આ ફિલ્મ એક્શનથી ભરપુર છે, પોર્ટો, પુર્તગાલના એક પુલ પરથી રીતિક રોશને સ્ટન્ટ કરવાનો એક સીન ફિલ્મમાં કરવાનો હોય છે,તે માટે રિતીકે જાતે જ  સ્ટંટ કરવાનો નિર્ણય લીધો હતો અને દરેક કાળજી હેઠળ,બંદોબસ્ત સાથે તેણે 300 ફૂટ ઊંચાઈએથી જંપ કરીને  સ્ટંટને અંજામ આપ્યો હતો,ત્યા સૌ કોઈ હાજર રહ્યા હતા,આ માટે પહેલા રીતિકના બૉડી ડબલને પણ બોલાવવામાં આવ્યો હતો પરંતુ રિતીકે કોઈની વાત માની નહી અને પોતે જ આટલી ઊંચાઈએથી છલાંગ લગાવી.તેમને આ માટે મનાઈ પણ ફરવામાં આવી હતી પરંતુ રિતીકની ઈચ્છા હતી એટલે તેણે 300 ફૂટની ઊંચાઈએથી એક છલાગં લગાવીને સ્ટન્ટ પુરો કર્યો.

ફિલ્મ નિર્દેશક સિદ્ધાર્થ આનંદે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે ફિલ્મ વૉરમાં રિતિક રોશન જોખમો સાથે દર્શકો માટે આ સીનને વાસ્તવિક બનાવ્યો હતો અને તેના પોતાના સ્ટન્ટ્સ રજૂ કર્યા હતા. આ ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું નિર્માણ યશરાજ પ્રોડક્શન દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ આ ફિલ્મનું સોંગ પણ રીલિઝ કરવામાં આવ્યું હતું જેમાં રિતિક રોશન અને ટાઇગર શ્રોફ જોરદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

Exit mobile version