Site icon Revoi.in

પ્રથમ વખત ડોલ્ફિન અને પોર્પોઈજ જેવી માછલીમાં પણ જોવા મળ્યો બર્ડફ્લૂ 

Social Share

દિલ્હીઃ બર્ડફ્લૂના કારણે દેશભરમાં હજારો પશુઓના મોત થતા હોય છે મોટા ભાગે આ રોગ મરઘી જેવા પશુઓમાં જ થાય છે ત્યારે હવે બર્ડફ્લૂને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જે પ્રમાણે હવે માછલીઓ પણ બર્ડફ્લૂની પૃષ્ટિ થઈ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે ડોલ્ફિન અને પોર્પોઈઝ જેવી ફિશમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. ગયા વસંતઋતુમાં ફ્લોરિડામાં એક નહેરમાં મૃત હાલતમાં મળી આવેલી બોટલનોઝ ડોલ્ફિનમાં બર્ડ ફ્લૂના સંક્રમણની પુષ્ટિ થઈ હતી, આ મામનલે બુધવારે  વૈજ્ઞાનિકોએ માહિતી આપી હતી.

ત્યાર બાદ એક અઠવાડિયા પહેલા, સ્વીડનમાં પોર્પોઇઝમાં સમાન સંક્રમણની પુષ્ટિ થઈ હતી. સ્વીડિશે આપેલી જાણકારી પ્રમાણે પોર્પોઇઝમાં સમાન પ્રકારનો એવિયન ઈન્ફલ્યુએન્ઝા જોવા મળ્યો હતો.

વાયરસનું આ સંસ્કરણ, જે ઉત્તર અમેરિકન અને યુરોપિયન પક્ષીઓમાં વ્યાપકપણે ફેલાયું છે, તેણે અસામાન્ય રીતે વ્યાપક પ્રજાતિઓને અસર કરી છે. પરંતુ આ તારણો સીટેશિયનમાં પ્રથમ બે દસ્તાવેજી કિસ્સાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે દરિયાઈ સસ્તન પ્રાણીઓના જૂથમાં ડોલ્ફિન, પોર્પોઈઝ અને વ્હેલનો સમાવેશ થાય છે.

મેમ્ફિસની સેન્ટ જુડ ચિલ્ડ્રન્સ રિસર્ચ હોસ્પિટલના ઈન્ફલ્યુએન્ઝા વાઈરોલોજિસ્ટ રિચાર્ડ વેબીએ જણાવ્યું હતું કે, વાયરસ સામાન્ય રીતે દરિયાઈ સસ્તન પ્રાણીઓને પણ ચેપ લગાડે છે તે કહેવું બહુ વહેલું છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે જે રીતે બે અલગ-અલગ ખંડો પર બે અલગ-અલગ પ્રજાતિઓમાં તેની પુષ્ટિ કરવામાં આવી છે, તે સૂચવે છે કે ચોક્કસપણે અન્ય જગ્યાઓ પર પણ માછલીઓમાં બર્ડ ફ્લૂના કિસ્સાઓ હશે.