Site icon Revoi.in

‘ગૂગલ’ના કર્મીઓએ ખાનગી રીતે કરી યૂનિયનની રચના

Social Share

દિલ્હીઃ-વિશ્વની ટોપ ટેક કંપનીઓમાં જાણીતી કંપની ગૂગલના કર્મચારીઓએક યૂનિયનની રચના કરી છે. આ યુનિયન  કર્મીઓના સારા પગાર, નોકરીની સુવિધાઓ અને કર્મચારીઓના સારી વર્ક કલ્ચર માટે કામ કરશે.

ગૂગલના 225 એન્જિનિયર કર્મીઓએ સન ફ્રાન્સિસ્કોમાં કર્મચારી યૂનિયન બનાવ્યું છે. અમેરિકાના ટેક ઉદ્યોગમાં આવું પ્રથમ વયકત બન્યું છે કે કોી ટેક કપંનીએ આ પ્રકારના યૂનિયનની રચના કરી હોય. કંપનીઓ આ પ્રકારના યૂનિયન બનવા દેવા માંહતી નથી અને આવા પ્રયત્નોને બદાવે છે. આ કારણોસર, ગુગલના કર્મચારીઓએ ગુપ્ત રીતે યુનિયનની રચના કરી અને ડિસેમ્બરમાં હોદ્દેદારોની પસંદગી કરી અને તેની માલિકીની કંપની આલ્ફાબેટના નામ પર તેને આલ્ફાબેટ વર્કર્સ યુનિયન નામ આપ્યું.

ત્યારે હવે ખાસ વાત એ છે કે, ગૂગલમાં લગભગ 2.60 લાખ કર્મચારી કાયમી અથવા કરાર પર કામ કરે છે, જેમાંથી 225 લોકોનું આ યુનિયન ખૂબ નાનું પણ એક શરૂઆત માનવામાં આવે છે. યુનિયનના ઉપપ્રમુખ અને એન્જિનિયર ચિવી શો એ આ અંગે જણાવ્યું હતું કે, આ દ્વારા મેનેજમેન્ટ પર દબાણ લાવીને કર્મચારીઓની કાર્યસ્થળની સમસ્યાઓ દૂર કરવામાં આવશે. તેમનું કાર્ય કર્મચારીઓને મોટા પાયે અસર કરતી સમસ્યાઓનું ધ્યાન રાખવાનું છે.

ગૂગલના ડિરેક્ટર પીપલ ઓપરેશન્સ કારા સ્લવરર્સ્ટિને જણાવ્યું હતું કે સંસ્થાએ હંમેશાં કર્મચારીઓ માટે સહાયક અને ફાયદાકારક વાતાવરણ બનાવાનો પ્રયત્ન  કર્યો છે. કર્મચારીઓ મજૂર કાયદા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, પરંતુ સંસ્થા પોતે જ તેમની સાથે વાત કરીને સમાધાન મેળવતી રહેશે.

ટેક કંપનીમાંપ્રથમ વખત આ પ્રકારના યૂનિયનની રચના

યુ.એસ.ના મજૂર નિયમનકારે ગૂગલ પર કર્મચારીઓની ગેરકાયદેસર પૂછપરછ કરવાનો આરોપ લગાવ્યો છે. આ લોકોમાંથી ઘણા લોકોએ કંપનીની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને એક સંસ્થા બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તે તમામને નોકરીમાંથી નીકાળી કાઢ્યા હતા.

જો કે, ગૂગલે પક્ષ લેતા કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે તેના દ્વારા લેવામાં આવેલી તમામ ક્રિયાઓ માન્ય છે. ઉલ્લેખનીય છે કે યૂનિયનની રચના ટેક ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ વિકાસ છે જ્યાં વ્યાવસાયિક કાર્યક્ષમતા, લક્ષ્ય અને પ્રભાવનું વર્ચસ્વ છે.

સાહિન-