Site icon Revoi.in

અમેરિકામાં પહેલી વખત કોઈ મહિલા નૌસેનાના પ્રમુખ બનશે,બાઈડન તંત્રએ આ વ્યક્તિની કરી પસંદગી

Social Share

દિલ્હીઃ- હવે અમેરિકા પણ અનેક ક્ષેત્રમાં પહેલા ન લીધા હોય તેવા નિર્ણયો લઈ રહ્યા છે એટલે હવે રાષ્ટ્રપતિ જોબાડેને અક મહત્વનો નિર્ણય લીધો છે જે હેઠળ હવે પ્રથમ વખત અમેરિકામાં નૌસેનાના પ્રમુખ તરીકે મહિલાની પસંદગી કરવામાં આવી છે.

જાણકારી પ્રમાણે નેવીનું નેતૃત્વ કરવા માટે એડમિરલ લિસા ફ્રેન્ચેટીની પસંદગી કરવામાં આવી છે. જો યુએસ સેનેટ તેમની નિમણૂકને મંજૂરી આપે છે, તો તે યુ.એસ.માં કોઈપણ સૈન્ય સેવાનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા હશે.

આ બાબતે રાષઅટ્રપતિ બાઈડને વિતેલા દિવસને શુક્રવારના રોજ કહ્યું કે અમારા આગામી નેવલ ઓપરેશન્સ ચીફ તરીકે, એડમિરલ લિસા ફ્રેન્ચેટી એક કમિશન્ડ ઓફિસર તરીકે આપણા રાષ્ટ્ર માટે 38 વર્ષની સમર્પિત સેવા લાવશે, જેમાં નૌકાદળના નાયબ વડા તરીકેની તેમની વર્તમાન ભૂમિકાનો સમાવેશ થાય છે.

બાઈડેને જણાવ્યું હતું કે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન, એડમિરલ ફ્રેંચેટીએ ઓપરેશનલ અને પોલિસી બંને ક્ષેત્રોમાં વ્યાપક કુશળતા દર્શાવી છે. યુએસ નેવીમાં ફોર-સ્ટાર એડમિરલનો હોદ્દો હાંસલ કરનારી તે બીજી મહિલા છે અને જ્યારે તેની પુષ્ટિ થશે, ત્યારે નૌકાદળના વડા અને જોઈન્ટ ચીફ્સ ઑફ સ્ટાફ તરીકે સેવા આપનાર પ્રથમ મહિલા તરીકે ફરી ઇતિહાસ રચશે.

સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને નૌકાદળના પેસિફિક ફ્લીટના કમાન્ડર એડમિરલ સેમ્યુઅલ પેપારોને આ પદ માટે ભલામણ કરી હતી, પરંતુ તેમને યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો કે બંને એપોઇન્ટમેન્ટની માહિતી હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

જાણાકરી પ્રમાણે ફ્રેન્ચેટી હાલમાં નૌકાદળના વાઇસ ચીફ  તરીકે કાર્યરત છે . તેઓ 1985માં નેવીમાં જોડાયા હતા. તેમણે યુએસ નેવીમાં કમાન્ડર કોરિયા, નૌકાદળના નૌકાદળના નાયબ ચીફ ફોર વોર અને સ્ટ્રેટેજી, પ્લાન્સ એન્ડ પોલિસીના ડિરેક્ટર તરીકે સેવા આપી છે. આ સહીત બે કેરિયર સ્ટ્રાઈક જૂથોને પણ કમાન્ડ કર્યા છે .