Site icon Revoi.in

સદીથી પણ વધુના ઈતિહાસમાં પ્રથમ વખત મૂળ ભારતીય મહિલા અપ્સરા અય્યર હાર્વર્ડ લો રિવ્યૂની પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી

Social Share

દિલ્હીઃ- દેશ વિદેશમાં મૂળ ભારતીયોનો દબદબો રહ્યો છે, મૂળ ભારતીયો અમેરિકાથી લઈને અનેક દેશઓમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ સાબિત થઈ રહ્યા છે, વિદેશી સંસદ હોય કે યુનિવર્સિટીઓ હોય દરેક ક્ષેત્રમાં મૂળ ભારતીયોએ પોતાનો ડંકો વગાડ્યો છે ત્યારે હવે હાર્વડ લો રિવ્યુનું કરશે નેતૃત્વ કરનાર  મહિલા પણ મૂળ ભારતીય છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે હાર્વર્ડ લૉ સ્કૂલમાં ભારતીય-અમેરિકન બીજા વર્ષની વિદ્યાર્થીની પ્રતિષ્ઠિત હાર્વર્ડ લૉ રિવ્યૂના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી છે, જે પ્રતિષ્ઠિત પ્રકાશનના 136 વર્ષના ઈતિહાસમાં આ પદ પર સ્થાન મેળવનાર  પ્રથમ  મૂળ ભારતીય મહિલા બની છે.

આ મહિલાનું નામ છે અપ્સરા અય્યર જે હાર્વર્ડ લો રિવ્યૂના 137મા પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા હતા, જેની સ્થાપના 1887માં કરવામાં આવી હતી અને તે સૌથી જૂના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત કાનૂની શિષ્યવૃત્તિ પ્રકાશનોમાંનું એક છે.

અય્યરે અહેવાલમાં જણાવ્યું હતું કે લો રિવ્યુ પ્રમુખ તરીકે, તેમનો ઉદ્દેશ્ય “લેખોની સમીક્ષા અને પસંદગીની પ્રક્રિયામાં વધુ સંપાદકોને સામેલ કરવાનો” અને “ઉચ્ચ-ગુણવત્તાવાળા કાર્ય માટે પ્રકાશનની પ્રતિષ્ઠા જાળવવાનો” છે.ઉલ્લેખનીય છે કે ભારતીયો લોકો વિદેશમાં સારુ કાર્ય કરીને ભારતનું નામ રોશન કરી રહ્યા છે.

Exit mobile version