Site icon Revoi.in

વિદેશમંત્રી ડો.એસ જયશંકરે પોર્ટુગલના વિદેશ મંત્રી સાથે કરી વાતચીત

Social Share

દિલ્હી- દેસના વિદેશમંત્રી સતત વિદેશના મંત્રીએ સાથે ચર્ચા વિમર્સ અને પરસ્પર એકબીજા સાથએ વાતચીત કરતા હોય છે ત્યારે હવે વિદેશમંત્રી એસ જયશંકરે પોર્ટુગલના વિદેશમંત્રી સાથે અર્થપૂર્ણ વાતચીત કરી હતી.માહિતી પ્રમાણે બે મોટા યુરોપીય દેશો પોર્ટુગલ અને ઇટાલી સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે તેમની ચાર દિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં અહીં પહોંચેલા જયશંકરે ભારત-EU સંબંધો માટે પોર્ટુગલના સમર્થનની પણ પ્રશંસા કરી હતી.

આ બાબતને લઈને જયશંકરે X પર એક પોસ્ટમાં કહ્યું, “લિસ્બનમાં વિદેશ પ્રધાન જોઆઓ ક્રેવિન્હો સાથે ફળદાયી વાતચીત થઈ. અમારા દ્વિપક્ષીય આર્થિક સહયોગમાં થયેલી પ્રગતિની નોંધ લીધી. સતત રાજકીય આદાનપ્રદાન અને ભારત-EU સંબંધો માટે પોર્ટુગલના સમર્થનની પ્રશંસા કરવામાં આવી હતી.”તેમણે  બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય આર્થિક સહયોગમાં પ્રગતિ અને પશ્ચિમ એશિયા, યુક્રેન, મધ્ય એશિયા અને ઈન્ડો-પેસિફિક સાથેના સંબંધો અંગે વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

આ સહીત વિદેસમંત્રીે કહ્યું કે તેમણે કહ્યું, “ભારતમાં ચાલી રહેલા ફેરફારો અમારી ભાગીદારીને ઉચ્ચ સ્તરે લઈ જઈ શકે છે. વૈશ્વિક કાર્યસ્થળ અને ડિજિટલ ડોમેનમાં સહયોગમાં મોટી સંભાવના છે. પશ્ચિમ એશિયા, યુક્રેન, મધ્ય એશિયા અને ઈન્ડો-પેસિફિક સંબંધિત વિચારોની આપ-લે કરી.

અગાઉ, વિદેશ મંત્રીએ પોર્ટુગીઝ એસેમ્બલીના પ્રમુખ ઓગસ્ટો સાન્તોસ સિલ્વા સાથે મુલાકાત કરી હતી અને અશાંત વિશ્વમાં બંને લોકશાહીઓ વચ્ચે ગાઢ સહકારના મહત્વ પર ચર્ચા કરી હતી.વિદેશ મંત્રી પોર્ટુગીઝ નેતૃત્વ, પોર્ટુગલ-ઈન્ડિયા પાર્લામેન્ટરી ફ્રેન્ડશીપ ગ્રુપના સભ્યો અને પોર્ટુગલમાં ભારતીય સમુદાયને પણ મળવાની અપેક્ષા છે. પોર્ટુગલથી જયશંકર ઇટાલી જશે જ્યાં તેઓ તેમના સમકક્ષ એન્ટોનિયો તાજાની અને અન્યોને મળશે. 

જયશંકરે એક પોસ્ટમાં કહ્યું, “આજે સવારે લિસ્બનમાં પોર્ટુગીઝ એસેમ્બલીના પ્રમુખ ઓગસ્ટો સાન્તોસ સિલ્વાને મળીને આનંદ થયો. અમે હંમેશા દ્વિપક્ષીય સંબંધો માટે તેમના મજબૂત સમર્થનની કદર કરી છે. અશાંત વિશ્વમાં આપણી બે લોકશાહી એકસાથે સહયોગ કરવાના મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.