Site icon Revoi.in

વિદેશ મંત્રી જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશમંત્રી સાથે કરી મુલાકાતઃ એસસીઓ બેઠકમાં અફઘાન શાંતિ બાબતે થઈ ચર્ચા

Social Share

 

દિલ્હીઃ અફઘાનની શાંતી ને તાલિબાનો દ્રારા સતત ભંગ કરવામાં આવી હરી છે,તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં ઘણા વિસ્તારો પર કબજો કર્યો છે, અફઘાન આર્મી અને તાલિબાન વચ્ચે ઘણી જગ્યાઓ ઘર્ષમ થયાના સમાચારો પણ સામે આવી રહ્યા છે. દરમિયાન, દુશાંબેમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન મોહમ્મદ હનીફ અતર સાથે મુલાત કરી હતી, બંનેએ રાજકીય અને સુરક્ષાની પરિસ્થિતિ અને શાંતિ પ્રક્રિયા અંગે ચર્ચા કરી.

અફઘાનિસ્તાનની સરકારે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, વિદેશમંત્રી મોહમ્મદ હનીફ અતમર એ અફઘાન શાંતિ પ્રક્રિયા અને વિતેલા બે દાયકાઓની ઉપલબ્ધિઓ સંરક્ષણ પર ક્ષેત્રીય સહમતિને મજબૂત બનાવવા માટે ભારતની રચનાત્મક ભૂનિકાને રેખાંકિત કરી છે,ભારતના વિદેશ પ્રધાને હિંસામાં થયેલા વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી લોહિયાળ હિંસાને સમાપ્ત કરવા હાકલ કરી છે. તે જ સમયે, એસ જયશંકરે કહ્યું કે રાજકીય સમાધાન મેળવવા માટે પ્રાદેશિક અને વૈશ્વિક સંમતિને મજબૂત બનાવવામાં ભારત અફઘાનિસ્તાનને સમર્થન આપશે.

આ બહેઠકમાં મોહમ્મદ હનીફ અતમરે તાલિબાન અંગે વાત કરતા કહ્યું હતુ કે, સામાન્ય ખતરાઓને પહોંચી વળવું પ્રાદેશિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. બેઠકમાં, તેમણે વિદેશી લડવૈયાઓ, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક સાથે મળીને તેના નાગરિકો અને અફઘાન સંરક્ષણ દળો સામેના તાલિબાનના હુમલાઓમાં થયેલા વધારાની પણ નોંધ લીધી હતી.ભારત અને પાકિસ્તાન વર્ષ 2017 માં એસસીઓના કાયમી સભ્ય બન્યા હતા. ભારત અને પાકિસ્તાન સિવાય એસસીઓમાં રશિયા, ચીન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.