Site icon Revoi.in

ક્વાડ દેશોની બેઠક બાદ અમેરીકા પરત ફરી વિદેશમંત્રી પોમ્પિયોએ કહ્યું -ચીને ભારતની ઉત્તરીય સીમા પર હજારો સૈનિકો તૈનાત કર્યા છે

Social Share

વિતેલા કેટલાક મહિનાઓથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સીમા વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે આ સમગ્ર બાબતને લઈને અમેરીકાના  વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે, ચીને ભારત સાથેની ઉત્તરીય સરહદે 60 હજાર જેટલા સૈનિકો તૈનાત કર્યા છે. આ સાથે જ મંત્રીએ સીમા પર તણાવ અંગે ચીનની નિંદા કરી છે અને ક્હયું કે, બેજિંગ ક્વાડ દેશો માટે ખતરો ચીન જોખમ બન્યું છે

હિન્દ-પ્રશાંત દેશોના વિદેશ મંત્રીઓને ક્વાડ સમૂહ તરીકે ઓળખવામાં આવે છે. ક્વાડ દેશોમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા શામેલ છે. જાપાનની રાજધાની ટોક્યોમાં મંગળવારે આ દેશોના વિદેશ મંત્રીઓ મળ્યા હતા.

આ બેઠકમાં હિન્દ પ્રશાંતમાં ચીનના વધતા પ્રાભવ અંગે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો અને ચીનને ક્વાડ દેશઓ તરફથી ધેરવામાં આવ્યો હતો

ટોકિયોમાં મળેલી ક્વાડ દેશઓની બેઠકમાં હાજરી આપીને વિદેશ મંત્રી અમેરીકા પરત ફર્યા હતા, શુક્રવારના રોજ ઘ ગાઈ બેન્સન શો ના એક સમારોહમાં પોમ્પિયોએ જણાવ્યું હતું કે, ચીનને ભારતની ઉત્તરીય સરહદ પર 60 હજાર જેટલા સૈનિકો તૈનાત કર્યા છે.

સાહીન-