Site icon Revoi.in

મુંબઈ એરપોર્ટ ઉપર વિદેશી મહિલા મુસાફર 1.63 કરોડના સોના સાથે ઝડપાઈ

Social Share

મુંબઈઃ દેશમાં સોનાના ભાવમાં થયેલા વધારા વચ્ચે દાણચોરો દ્વારા વિદેશથી સોનાની દાણચોરી કરવામાં આવતી હોવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બીજી તરફ સોનાની દાણચોરીને અટકાવવા માટે કસ્ટમ સહિતની એજન્સીઓએ કવાયત શરૂ કરી છે. દરમિયાન મુંબઈ એરપોર્ટ ઉપરથી વિદેશી મહિલા મુસાફરને 1.63 કરોડના સોના સાથે ઝડપી લેવામાં આવી હતી. મહિલાએ સોનું પોતાના કપડાની નીચે છુપાવી રાખ્યાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈ એર ઈન્ટેલિજેન્સ યુનિટે સહરા મોહમ્મદ ઉમર નામની એક વિદેશી મહિલાને મુંબઈ એરપોર્ટ ઉપર 3465 ગ્રામ સોના સાથે ઝડપી લેવામાં આવી હતી. આ સોનાની કિંમત લગભગ 1.63 કરોડ જેટલી હોવાનું જાણવા મળે છે. વિદેશી મહિલા મુસાફર પાસેથી કરોડોની કિંમતનું સોનું મળી આવતા કસ્ટમના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. મુંબઈ કસ્ટમના જણાવ્યા અનુસાર સોના સાથે ઝડપી લઈને મહિલાને કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપી હતી. આ મહિલા ક્યાંથી સોનું લઈને આવી હતી અને ક્યાં લઈને જવાની હતા. તેમજ અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી આ પ્રકરણમાં આગામી દિવસોમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી શકયતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં સોનાની દાણચોરીને ઝડપી લેવા માટે વિવિધ એસન્જીઓ દ્વારા કવાત શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ ઉપર કસ્ટમ અને ડીઆરઆઈ દ્વારા વિદેશથી આવતા પ્રવાસીઓ ઉપર નજર રાખવામાં આવી રહી છે.