Site icon Revoi.in

 હાથમાં રબર બેન્ડ પહરવાની આદત હોય તો ભૂલી જજો,થઈ શકે છે આ પ્રોબલેમ

Social Share

 

જો યુવતીોની વાત કરીએ તો કેટલીક યુવતીો વાળમાં રાખવાના રબર બેન્ડ ફેશનના નામે હાથમાં પહેરે છે, જો કે આ રબર બેન્ડ પહેરવાથી હાથની નસ દબાઈ છે પરિણામે અનેક સમસ્યાો સર્જાય છે,એટલે કે જો આવી રબર બેન્ડને હાથમાં પહેરવાની આદત તમારા માટે મોટી સમસ્યા બને છે, કેટલીક સ્ત્રીઓ તેને વાળમાંથી કાઢીને હાથમાં શણગારે છે જેથી રબર બેન્ડ ખોવાઈ ન જાય, જેથી જરૂર પડ્યે તેને તરત જ વાળમાં લગાવી શકાય અને તે સમયે તેને શોધવામાં સમય અને મહેનતનો વ્યય ન કરવો પડે. . નિષ્ણાતોના મતે, આવું કરવું તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે,આવો જાણીએ કેવી રીતે.

એક અભ્યાસ પ્રમાણે રબર બેન્ડ હાથમાં પહેરવું નુકશાન કારક

હાલમાં જ અમેરિકામાં ડોક્ટર્સ સામે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાં આવેલી એક મહિલાના કાંડા પર બે-ત્રણ જાડી ગાંઠો ગંઠાઈ ગઈ હતી. જ્યારે તેમની આ મામલેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તે ગંભીર પ્રકારનો એક રોગ જ છે. જ્યારે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ મહિલા હાથમાં  રબરબેન્ડ કાયમ પહેર ીરાખતી હતી જેથી આ પ્રોબલેમ થી હતી.

આવા રબર બેન્ડ બાંધવાના કેસમાં બેક્ટરિયા ફેલાઈ છે

વાળ બાંધવા માટે વપરાતા રબર બેન્ડ બેક્ટેરિયાનો સારો સ્ત્રોત છે. આ બેક્ટેરિયા ત્વચા પર ઘણા પ્રકારના ચેપ ફેલાવે છે, અને જ્યારે તે ગંભીર સ્થિતિમાં પહોંચે છે, ત્યારે તે ત્વચા દ્વારા લોહીમાં પણ પ્રવેશ કરી શકે છે. જેના કારણે રક્ત પરિભ્રમણ પણ બંધ થઈ જાય છે અને તેની અસર લોહી પર પણ પડે છે.

 આ ચેપનો માત્ર એક પ્રકાર નથી

રબર બેન્ડમાં ઉગતા બેક્ટેરિયા કોઈ એક પ્રકારના નથી અને અનેક પ્રકારના બેક્ટેરિયાને કારણે તેમનાથી થતા ઈન્ફેક્શન પણ અલગ-અલગ હોય છે. આમાં જાડા બમ્પ્સ, ફોલ્લાઓ અને લોહીમાં બેક્ટેરિયાની હાજરીનો સમાવેશ થાય છે. તેથી, કેટલાક આરોગ્ય નિષ્ણાતોના મતે, વ્યક્તિએ ક્યારેય ભીનું રબર બેન્ડ અથવા કોઈપણ રબર બેન્ડ હાથમાં ન પહેરવું જોઈએ.