Site icon Revoi.in

ગૃહમંત્રાલયનો ખાસ નિર્ણય – લદ્દાખની સંસ્કૃતિ અને ભાષાની રક્ષા માટે ખાસ સમિતિની કરી રચના

Social Share

લદ્દાખ – કેન્દ્ર સાશિત પ્રદેશ લદ્દાખ પોતાનામાં જ એક આગવી ઓળખ ઘરાવે છે,દેશ વિદેશના લોકો અહી પ્રવાસે આવતા હોય છે શિયાળો આવતાની સાથે જ પ્રવાસીઓની સંખ્યા વધી જાય છએ ત્યારે અહીની સંસ્કૃતિ અને ભાષા પણ જળવાય રહે તે માટે ગૃહમંત્રાલયે એક મહત્વનો નિર્ણય લીધો છે જે હેઠળ ખાસ સમિતિની રચના કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે લદ્દાખની સંસ્કૃતિ એક અલગ ઓળખ ધરાવે છે ,અહી આવતા લોકો માટે તેનું ખાસ મહત્વ છે અને તે જાળવી રાખવી દેશની સરકારની ફરજ બને છેજેને લઈને આ મહત્વનો નિર્ણય લેવાયો છે.કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે લદ્દાખની ભૌગોલિક સ્થિતિ અને વ્યૂહાત્મક મહત્વને ધ્યાનમાં રાખીને લદ્દાખની વિશિષ્ટ સંસ્કૃતિ અને ભાષાને બચાવવાનાં પગલાં અંગે ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સત્તાવાળી સમિતિની રચના કરી હતી.

હવેથી આ રચાયેલી કમિટી લદ્દાખમાં લોકોના અધિકારોનું રક્ષણ કરવા અને સંસ્કૃતિને બચાવવા અધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરશે. વિશેષજ્ઞોએ ભારત સરકારના આ પગલાને મહત્વપૂર્ણ ગણાવ્યું છે કારણ કે લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા બાદથી લદ્દાખીના લોકો તેમના અધિકારોની સુરક્ષા માટે વિરોધ કરી રહ્યા હતા.