Site icon Revoi.in

DRDOના પૂર્વ પ્રમુખ વીએસ અરુણાચલમનું 87 વર્ષની વયે  અમેરિકામાં નિધન

Social Share

 

દિલ્હીઃ-   સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) ના ભૂતપૂર્વ મહાનિદેશક વી.એસ. અરુણાચલમનું  વિતેલા દિવસને બુધવારની સાંજે અમેરિકામાં નિધન થયું હતું. તેમણે 87 વર્ષની ઉંમરે અતિમ શ્વાસ લીઘા હતા.

આ દુખદ સમાચાર અંગે  તેમના પરિવારે એક નિવેદનમાં આ માહિતી આપી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે અરુણાચલમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અત્યંત દુઃખ સાથે, અમે ડૉ. વી.એસ. અરુણાચલમના નિધન વિશે માત્ર માહિતી આપવા માંગુ છું. તેમણે કેલિફોર્નિયામાં તેમના પરિવારની વચ્ચે અંતિમ શ્વાસ લીધા.

રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના ભૂતપૂર્વ મહાનિર્દેશક વીએસ અરુણાચલમને વર્ષ 1980માં શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ, 1985માં પદ્મ ભૂષણ અને 1990માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.અરુણાચલમ 1982-92 સુધી સંરક્ષણ પ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર હતા.
આ સહીત તેઓ સંરક્ષણ, ટેક્નોલોજી અને પરમાણુ બાબતોમાં ઘણા લોકોના માર્ગદર્શક હતા.  અરુણાચલમે 1982-92 દરમિયાન એક દાયકા સુધી DRDOને માર્ગદર્શન આપ્યું. તે પછી આ પદ પર ડૉ.એપીજે અબ્દુલ કલામ રહ્યા. તેમણે એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીહેઠળ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ , એડવાન્સ ટેક્નોલોજી વેસલ પ્રોગ્રામ અને ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ  જેવા મુખ્ય કાર્યક્રમો શરૂ કર્યા.

ઉલ્લેખનીય છે કે તેમણે અમેરિકાના કેલિફઓર્નિયામાં  અંતિમ શ્વાસ લીધા હતા.

વર્ષ  2015 માં, અરુણાચલમને વૈજ્ઞાનિક સંશોધન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે DRDOનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર  નેશનલ એરોનોટિકલ લેબોરેટરી અને ડિફેન્સ મેટલર્જિકલ રિસર્ચ લેબોરેટરીમાં પણ ફરજ બજાવી સેવા આપી હતી.