Site icon Revoi.in

રાજ્યના પૂર્વ CM વિજય રુપાણીના રાજીનામાનો એક વર્ષ બાદ ખુલાસો -કહ્યું, ‘અડધી રાત્રે હાઈકમાનનો આદેશ આવ્યો, સવારે મેં રાજીનામુ આપ્યું’

Social Share

અમદાવાદઃ- ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી એ વિતેલા વર્ષ 2021 અને સપ્ટેમ્બરની 11 તારિખે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું  આ વાતને એક વર્ષથી વધુનો સમય વિતી  ગયો છે  ત્યારે એક મીડિયા સાથેની વાતચીત દરમિયાન પૂર્વ સીએમ એ પોતાના રાજીનામા આપવા પાછળની વાતનો ખુલાસો કર્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે મીડિયા સાથેની વાતચીતમાં વિજય રુપાણીએ જણાવ્યું છે કે,જ્યારે તેમણે રાજીનામુ આપ્યું હતું તેની આગળની રાત્રે  તેમને ભાજપના “હાઈ કમાન્ડ” દ્વારા રાજીનામું આપવા માટેનો આદેશ અપાયો હતો અને તેમણે 11 સપ્ટેમ્બર 2021ના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આ વાત તેમણે ત્યારે કહી હતી જ્યારે તેમણે ધ ઈન્ડિયન એક્સપ્રેસને  ઈન્ટરવ્યુ આપ્યું  હતું. જો કે હવે રુપાણી સાહેબની આ વાત અનેક મીડિયામાં સામે આવી રહી છે. તેમને આપેલો આ ખુલાસો હવે જાહેર થઈ ચૂક્યો છે.

તેણે કહ્યું કે  બીજેપી હાઈકમાન્ડે તેમનું રાજીનામું માંગ્યું અને બીજા દિવસે તેમના આદેશનું પાલન કર્યું અને રાજીનામુ આપી દીધું  તેમણે આ અંગે કોઈ પણ કારણ પૂછ્યું ન હતું અને તેમના આદેશનું પાલ કર્યું હતું.

જો કે પૂર્વ સીએમની વાત આટલે થી અટકી ન હતી તેમણે પોતાની વાતમાં આગળ એમ પણ જણાવ્યું હતું કે “પાર્ટીએ મને મુખ્ય મંત્રી બનાવ્યો તો હું બન્યો પણ હતો .એટલે જ્યારે પાર્ટીએ મને બદલવાનું નક્કી કર્યું તો હું  તેમના કહેવા પર પાછળ પહી પણ ગયો અને રાજીનામુ આપી દીધુંતેમણે કહ્યું કે હું સારા કાર્યકર તરીકે હું ક્યારેય પાર્ટી વિરુદ્ધ ગયો નથી. જેથી મને કહેવામાં આવ્યું તેના બીજા જ દિવસે મેં રાજીનામિ હસતા ચહેરે આપ્યું હતું