Site icon Revoi.in

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું દુબઈમાં નિધન

Social Share

દિલ્હી:પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું રવિવારે નિધન થયું છે.સ્થાનિક મીડિયાએ આ માહિતી આપી છે.યુનાઈટેડ અરબ અમીરાતની અમેરિકન હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી.પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, તેઓ અમાયલોઇડોસિસ રોગથી પીડિત હતા.

મુશર્રફને અમાયલોઇડોસિસની ફરિયાદ બાદ ગયા વર્ષે 10 જૂનના રોજ યુએઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે ધીમે ધીમે મલ્ટી-ઓર્ગન ફેલ્યોરમાં ફેરવાઈ ગઈ હતી.ગયા વર્ષે જૂનમાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.લાંબી માંદગી બાદ આજે તેમનું નિધન થયું હતું.

પરવેઝ મુશર્રફનો જન્મ 11 ઓગસ્ટ 1943ના રોજ નવી દિલ્હીના દરિયાગંજમાં થયો હતો. 1947માં તેમના પરિવારે પાકિસ્તાન જવાનું નક્કી કર્યું.ભાગલાના થોડા દિવસ પહેલા જ તેમનો આખો પરિવાર પાકિસ્તાન પહોંચી ગયો હતો.તેના પિતા સઈદે નવી પાકિસ્તાન સરકાર માટે કામ કરવાનું શરૂ કર્યું અને વિદેશ મંત્રાલય સાથે સંકળાયેલા હતા.

આ પછી તેમના પિતાની પાકિસ્તાનથી તુર્કીમાં બદલી થઈ ગઈ, 1949માં તેઓ તુર્કી ગયા. થોડો સમય તે તેના પરિવાર સાથે તુર્કીમાં રહ્યા, જ્યારે તેણે તુર્કી ભાષા બોલવાનું પણ શીખી લીધું હતું.મુશર્રફ પણ યુવાનીમાં ખેલાડી રહી ચૂક્યા છે.1957માં તેમનો આખો પરિવાર ફરીથી પાકિસ્તાન પરત ફર્યો.તેણે કરાચીની સેન્ટ પેટ્રિક સ્કૂલમાં અને લાહોરની ફોરમેન ક્રિશ્ચિયન કૉલેજમાં સ્કૂલનો અભ્યાસ કર્યો.

પરવેઝ મુશર્રફ એ વ્યક્તિ છે જેને પાકિસ્તાનમાં મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલીવાર પેશાવર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વકાર અહેમદ સેઠની અધ્યક્ષતાવાળી સ્પેશિયલ કોર્ટની ત્રણ સભ્યોની બેન્ચે આવી સજા સંભળાવી છે.

પરવેઝ મુશર્રફ પર ડિસેમ્બર 2013માં 3 નવેમ્બર, 2007ના રોજ પાકિસ્તાનમાં ઈમરજન્સી લાદવા અને ડિસેમ્બર 2007ના મધ્ય સુધી બંધારણને સ્થગિત કરવા બદલ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મુશર્રફને 31 માર્ચ 2014ના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. 79 વર્ષીય મુશર્રફે 1999 થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું. મુશર્રફ માર્ચ 2016થી દુબઈમાં રહેતા હતા.

 

Exit mobile version