Site icon Revoi.in

સોવિયેત સંઘના પૂર્વ રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવનું 91 વર્ષની વયે નિધન,ઘણા સમયથી હતા બીમાર   

Social Share

 દિલ્હી:સોવિયેત સંઘના પૂર્વ રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચેવનું અવસાન થયું છે.તેમણે 91 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.તેઓ ઘણા સમયથી બીમાર હતા.રશિયન સમાચાર એજન્સીએ સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલના એક નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે,લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું છે. આ સિવાય અન્ય કોઈ માહિતી આપવામાં આવી નથી.ગોર્બાચેવનો જન્મ 2 માર્ચ 1931ના રોજ એક ગરીબ પરિવારમાં થયો હતો.તે સ્ટાલિનના શાસનમાં મોટા થયા.તેણે કાયદાનો અભ્યાસ કર્યો હતો.

તેઓ સોવિયેત સંઘના છેલ્લા રાષ્ટ્રપતિ (1990-91) હતા.આ પહેલા તેઓ 1985 થી 1991 સુધી સોવિયત સંઘની કોમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી હતા.આ સિવાય તેઓ ઘણા મહત્વના હોદ્દા પર રહ્યા.1988 થી 1989 સુધી તેઓ સુપ્રીમ સોવિયતના પ્રેસિડિયમના અધ્યક્ષ હતા.તેઓ 1988 થી 1991 સુધી સ્ટેટ કન્ટ્રી હેડ હતા.1989 થી 1990 સુધી તેમણે સુપ્રીમ સોવિયતના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.

સોવિયેત સંઘ તૂટ્યા પછી, ગોર્બાચેવને રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવું પડ્યું.જોકે તેમણે ઘણી વખત કહ્યું હતું કે,તેઓ નથી ઈચ્છતા કે સોવિયત સંઘનું વિધટન થાય.સોવિયેત સંઘના તૂટ્યા પછી ગોર્બાચેવ ફરીથી રશિયામાં ચૂંટણી લડ્યા, પરંતુ તેમને જબરદસ્ત હારનો સામનો કરવો પડ્યો.રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ સાતમા ક્રમે રહ્યા હતા.પાછળથી તેઓ પુતિનના ઉગ્ર ટીકાકાર બન્યા.