Site icon Revoi.in

WWEના પૂર્વ ચેમ્પિયન Bray Wyatt નું માત્ર 36 વર્ષની વયે નિઘન – રમત જગતમાં શોક છવાયો

Social Share

દિલ્હીઃ- વિશ્વના રમત ગમત જગતમાંથી આજરોજ એક દુખદ સમાચાર સામે આવ્યા છે.પ્રાપ્ત વિગત પ્રમાણે વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઈનમેન્ટ ના ભૂતપૂર્વ હેવીવેઈટ ચેમ્પિયન બ્રે વ્યાટનું માત્ર 36 વર્।ની વયે નિઘન થયું છે.આ સમાચારથી સમગ્ર રમત ગમત જગતમાં શોક છવાયો છે.

માત્ર 36 વર્ષે આ ફાનિ દુનિયાને અલવિદા કહેનાર  બ્રે વ્યાટ લાંબા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતો.  આ બીમારીના કારણે તેઓ છેલ્લા કેટલાક મહિનાઓથી રિંગમાં પણ ઉતર્યા નહોતા. બ્રે વ્યાટ અમેરિકાના ફ્લોરિડાનો રહેવાસી હતો. ટ્રિપલ એચએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેના મૃત્યુની માહિતી આપી હતી.

આ સહીત WWE ચીફ કન્ટેન્ટ ઓફિસર ટ્રિપલ એચએ પોતાના ટ્વિટર (X) એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે લખ્યું છે કે, “મને હમણાં જ હોલ ઓફ ફેમર માઈક રોટુન્ડાનો કોલ આવ્યો જેણે મને વિન્ડમ રોટુન્ડા ઉર્ફે બ્રે વ્યાટ  વશે જણાવ્કયું છે કે  તેમનું આજે નિધન થયું છે. અમારી સંવેદનાઓ તેમના પરિવાર સાથે છે. 

મીડિયા રિપોર્ટ્સની જો માનવામાં આવે તો, બ્રે વ્યાટનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. આ વર્ષની શરૂઆતમાં તે કોરોનાનો  પણ શિકાર  બન્યો હતો. આ કારણે તેની હ્રદયની બીમારી થોડી વધી ગઈ હતી. જેના કારણે અચાનક હાર્ટ એટેક આવતા તેમનું મોત થયુંર હવાનું કહેવાય રહ્યું છે.વર્ષ 2009 માં, તેણે ફ્લોરિડા ચેમ્પિયનશિપ રેસલિંગમાં પ્રથમ વખત પ્રવેશ કર્યો. તે એપ્રિલ 2009માં પહેલીવાર ટીવી પર છવાયા હતા.