Site icon Revoi.in

રડાર ઈમેઝરીએ કરી પુષ્ટિ, એર સ્ટ્રાઈકમાં જૈશ-એ-મોહમ્મદની ચાર ઈમારતો થઈ છે તબાહ

Social Share

ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને એ સ્વીકાર કર્યો હતો કે બાલાકોટમાં હુમલો થયો હતો. પરંતુ પાકિસ્તાને કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલોને રદિયો આપ્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તે ઘટનાસ્થળ પર આંતરરાષ્ટ્રીય મીડિયાને લઈ જશે.

તો આ સમગ્ર ઘટનાક્રમ પર એક અધિકારીએ કહ્યુ છે કે સ્ટ્રાઈખ બાદ પાકિસ્તાની સેનાએ મદરસાને કેમ સીલ કરી છે? પત્રકારોને મદરસામાં જવાની મંજૂરી કેમ આપવામાં આવી નથી? અમારી પાસે એસએઆર ઈમેઝરી તરીકે પુરાવો છે કે ઈમારત ગેસ્ટ હાઉસ તરીકે ઉપયોગમાં લેવાતી હતી. જ્યાં મસૂદ અઝહરનો ભાઈ રહેતો હતો. એક એલ આકારની ઈમારત હતી અને ત્યાં ટ્રેનર્સ રહેતા હતા.

અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, એક અધિકારીએ કહ્યુ છે કે એક બે માળની ઈમરાતનો ઉપયોગ મદરસામાં આવનારા સ્ટૂડન્ટ્સ માટે થતો હતો. એક અન્ય ઈમારતમાં આતંકી ટ્રેનિંગ થતી હતી. ત્યાં હુમલો કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ મુજબ, અધિકારીએ દાવો કર્યો છે કે આ ઈમારતો પર બોમ્બ ફેંકવામાં આવ્યા હતા.

આ રિપોર્ટ મુજબ, અધિકારીએ એમ પણ કહ્યુ છે કે આ રાજકીય નેતૃત્વએ નક્કી કરવાનું છે કે શું તેઓ આ ઈમેઝરીને જાહેર કરવા ચાહે છે કે નહીં? એસએઆર ચિત્ર ઉપગ્રહની તસવીરોની જેમ સ્પષ્ટ નથી અને ગાઢ વાદળોને કારણે તેમને મંગળવારે સારી તસવીર મળી શકી નથી.

અધિકારીએ કહ્યુ છે કે મદરસાની પસંદગી સાવધાનીથી કરવામાં આવે, કારણ કે અહીં કોઈપણ નાગરિકની જાનહાનિની સંભાવના ઓછી હતી. આઈએએફને આપવામાં આવેલી ગુપ્ત જાણકારી ચોક્કસ અને સમયસરની હતી.

તેમણે એમ પણ કહ્યુ છે કે ઈમારતોને ભારતીય વાયુસેનાએ ઈઝરાયલી બોમ્બોથી નિશાન બનાવી હતી. આ ઈમારતોને નષ્ટ કરવા માટે નહીં, પરંતુ એક ઈમારતમાં ઘુસ્યા બાદ જ નુકસાન પહોંચાડે છે. એક સૈન્ય અધિકારી મુજબ, એસ-2000 વધારે ચોક્સાઈપૂર્વકનો અને જેમર-પ્રુફ બોમ્બ છે. તે ગાઢ વાદળો બાદ પણ કામ કરે છે.

રિપોર્ટ મુજબ, અધિકારીએ કહ્યુ છે કે તે પહેલા છત દ્વારા અંદર જાય છે અને પછી ઈમારતમાં જઈને કેટલાક સમય પછી ફાટે છે. આ કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રોને નિશાન બનાવવા માટે છે. તેનાથી ઈમારત નષ્ટ થતી નથી. સોફ્ટવેરને છતના પ્રકારની સાથે પ્રોગ્રામ કરવામાં આવતું હોય છે. તેમા જાડાઈ, નિર્માણની સામગ્રી વગેરે બાબતો પણ સામેલ છે.

સરકારી અધિકારીનું કહેવું છે કે આ ઈમારતોમાં જાળીદાર લોખંડ શીટ્સથી બનેલી છતો હતી અને એસએઆર ઈમેઝરીથી જાણકારી મળે છે કે પહેલા દિવસથી આ છતો ગાયબ થઈ ચુકી હતી. તેમણે કહ્યુ છે કે બે દિવસો બાદ આ સીજીઆઈ છતોનું સમારકામ કરવામાં આવ્યું છે અને તેનાથી સમગ્ર નુકસાનનું આકલન કરવું મુશ્કેલ છે.

અધિકારીનું એમ પણ કહેવું છે કે આખું સ્થાન પાકિસ્તાનની સેનાએ સીલ કરી દીધું છે. તેમને કોઈપણ વિશ્વસનીય ગુપ્તચર જાણકારી મળી નથી અને હવાઈ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના કોઈપણ આંકડા પણ માત્ર અટકળો જ છે.