Site icon Revoi.in

ફ્રાન્સમાં ફરીથી લોકડાઉન: રાષ્ટ્રપતિ મેક્રોને કરી જાહેરાત

Social Share

અમદાવાદ: ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોને કોવિડ -19ને પગલે દેશમાં ફરીથી લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસની બીજી લહેર ખુબ જ ખતરનાક હોઈ શકે છે. જો કડક પગલાં લેવામાં નહીં આવે તો મૃત્યુઆંક 4 લાખ સુધી પહોંચી શકે છે.

લોકડાઉન શુક્રવારથી જ લાગુ થશે અને 1 ડિસેમ્બર સુધી રહેશે. જો કે, દેશના લાગેલા પહેલા લોકડાઉન કરતા આ વખતે તે વધુ ચિંતાજનક હશે. આ સમય દરમિયાન તમામ શાળાઓ, જાહેર સેવાઓ અને જરૂરી કાર્યાલયઓ જ ખુલ્લા રહેશે.

પરંતુ બહાર નીકળનાર લોકોને પોતાની સાથે દસ્તાવેજ રાખવા પડશે, જેનાથી જાણી શકાઈ કે તે જરૂરી કામથી જ બહાર નીકળી રહ્યા છે. પોલીસ આ કામને અંજામ આપશે. આ દરમિયાન બાર અને રેસ્ટોરેન્ટ બંધ રહેશે.

ફ્રાંસમાં કોરોના વાયરસ ફરીથી વિકરાળ સ્વરૂપ લઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફ્રાંસમાં કોરોનાને કારણે 523 લોકોનાં મોત નિપજ્યા છે. જે એપ્રિલ બાદથી જ સૌથી વધુ છે. ફ્રાંસમાં છેલ્લા 24 કલાકમાં 33,417 નવા કેસ સામે આવ્યા છે. સોમવાર અને મંગળવારની વચ્ચે ફ્રાંસમાં 1194 કેસ વધી ગયા છે. આ અગાઉ મેક્રોને કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રક્ષા પરિષદની બે આપાત બેઠકો પણ કરી હતી.

યુરોપમાં આ દિવસોમાં લોકડાઉન સામે લોકો રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પ્રદર્શનકારિયોની માંગ છે કે, કડક લોકડાઉનમાંથી છૂટ આપવામાં આવે.

_Devanshi