Site icon Revoi.in

ફ્રાંસ એ એક વર્ષ પહેલા જ રાષ્ટ્રીય ધ્વજનો બદલ્યો હતો રંગ ,લોકોને જાણ થતા રાષ્ટ્રપતિ મેક્રોની થઈ રહી છે નિંદા

Social Share

દિલ્હીઃ- કોઈ પોતાના દેશનો રાષ્ટ્રીય ધ્વજ બદલી દે અને કોઈને ભનક પણ ન થાય, ત્યાર બાદ જ્યારે અન્ય દેશોને ખબર પડે તો નિંદા થાય તે વાત સ્વાભાવિક છે, તાજેતરમાં ફ્રાંસ દ્રારા આ ઘટના સામે આવી છે.જો કે ઘટના એક વર્ષ પહેલાની છે પમ લોકોનું ધ્યાન હવે તેના પર ગયું છે

ફ્રાન્સે પોતાના દેશનો રાષ્ટ્રધ્વજ બદલી નાખ્યો છે. હવે ધ્વજમાં વાદળીને બદલે નેવી બ્લુ રંગ દેખાશે, જે ભૂતકાળમાં ફ્રેન્ચ ક્રાંતિનું પ્રતીક ગણવામાં આવે છે. જો કે ફ્રાન્સે આ બદલાવ  એક વર્ષ પહેલા જ કર્યો જ હતો  પરંતુ તેના પર કોઈનું ધ્યાન ગયું ન હતું.

આવી સ્થિતિમાં ધ્વજમાં અચાનક ફેરફાર જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. હવે રાષ્ટ્રપતિ મેક્રોનની ઘણી ટીકા થઈ રહી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદન જારી કરીને કહ્યું કે ફ્રાન્સના પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને 1914માં બીજા વિશ્વ યુદ્ધના તેમના સૈનિકો અને ફ્રી ફ્રાન્સ ક્રાંતિમાં ભાગ લેનારા તેમના સ્વયંસેવકોની યાદમાં આ ફેરફાર કર્યો હતો.

1976 માં, તત્કાલિન રાષ્ટ્રપતિ વેલેરી ગિસકાર્ડ ડી’એસ્ટાઇંગે યુરોપિયન યુનિયનના ધ્વજના રંગ સાથે સુમેળ સાધવા માટે આછા વાદળી રંગમાં કર્યું હતું. રાષ્ટ્રપતિ કાર્યાલયે કહ્યું કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ત્રિરંગા ધ્વજ માટે નેવી બ્લુ પસંદ કર્યો છે જે ફ્રેન્ચ ક્રાંતિ, પ્રથમ વિશ્વ યુદ્ધ અને બીજા વિશ્વ યુદ્ધના યોદ્ધાઓના બલિદાનને દર્શાવે છે.