Site icon Revoi.in

હવેથી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રસાદ ઘરે બેઠા મેળવી શકાશે – પ્રસાદ માટે પોસ્ટ સેવાનો આરંભ કરાયો

Social Share

સોમનાથ – સોમનાથ મહાદેવ કે જ્યા 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંંગ છે ભક્તોની અહીં અતૂટ શ્રધ્ધા જોવા મળે છે, ત્યારે સોમનાથના પ્રસાદના પણ ઠેર ઠેર વખાણ થાય છે , ખાસ કરીને સોમનાથના મગના લાડૂનો પ્રસાદ લોકોનો મનપસંદ છે, આ સાથે જ ચૂરમાના લાડૂ પણ ખરા, જ્યારે પણ કોઈ સોમનાથના પ્રવાસે જાય છે ત્યારે આજુબાજુ વાળા લોકો અવશ્ય કહે જ છે કે, સોમનાથ દાદાના દર્શેન અમારા તરફથી પણ કરજો અને પ્રસાદ પણ લેતા આવજો.

ત્યારે હવે પ્રાસદ આપણાને ઘર બેઠા મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી  છે.ભક્તો હવે ઘરે રહીને પણ સોમનાથ દાદાનો પ્રસાદ ખાઈ શકશે, આ માટે હવે ઘેરબેઠાં પોસ્ટ મારફ પ્રસાદ મળે તેવી સુવિધાનો વિતેલા દિવસથી આરંભ કરવામાં આવી ચૂક્યો છે

શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી- સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી દ્રાર વિતેલા દિવસને સોમવારે આ સેવાનો ઈ- શૂભ આરંભ કરાવાયો હતો, પ્રસાદ મેલલા માટે હવેથી શ્રદ્ધાળુઓ એ તેમની નજીકમાં આવેલી પોસ્ટ ઑફિસમાં જઈને ૨૫૧ રૂપિયાનું મનીઑર્ડર કરવો પડશે ,જેથી તેઓને ઘરબેઠા મગના લાડુ અને ચિક્કીનો પ્રસાદ ઉપલબ્ધ કરાવાશે

તેમના જણાવ્યા પ્રમાણે આ સેવાનો ખાસ હેતુ શ્રધ્ધાળુંઓને પોતાના ગામે ગદામ સુધી ઘરમાં બેસીને પ્રસાદ પહોંચાડવાનો છે. દેશના દરેક ગામમાં પોસ્ટ સુવિધા તો પહોંચતી હોય છે જેથી પોસ્ટ વિભાગ દ્વારા પ્રસાદ મોકલાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સાહિન-