Site icon Revoi.in

હવેથી પોળોના જંગલમાં માત્ર ટુ વ્હીલરને મળશે એન્ટ્રી –  ભારે વાહનો પર લગાવાયો પ્રતિબંધ

Social Share

અમદાવાદઃ-પોળોના જંગલો પ્રવાસીઓ માટે એક ખાસ આકર્ષણનું કેન્દ્ર છે, જ્યા હજારો લોકો અમદાવાદ આસપાસથી પિકનિક માટે આવતા હોય છે. આ સ્થળ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકામાં સ્થિત છે, કુદરતી સાનિધ્યની મજા લેવા આવતા પ્રવાસીઓનો અહીં હેમંશા ઘસારો જોવા મળે છે.

ત્યારે હવે પોળો ફોરેસ્ટ ખાતે શારણેશ્વર મંદિર પાસે પ્રવાસીઓની સુવિધા વધારવા અને જંગલ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ માટે ટુ વ્હીલર સિવાયના તમામ વાહનોને અંદર પ્રવેશ આપવા દેવામાં આવશે નહી.

આ માટે ફોરેસ્ટ નાકાથી બહાર પાર્ક કરવામાં આવશે મોટા આ સાથે જ અને ભારે વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામું જિલ્લા કલેકટર દ્વારા જારી કરવામાં આવ્યું છે.

પોળો વિસ્તારના શરણેશ્વર મંદિરના ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ ઉપર ચાર પૈડા અને તેથી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓનો ઘસારો થતા જ અહી ભારે વાહનો પણ આવતા હતા  જો કે હવે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જે માર્ચ મહિનાની 12 તારિખથી અમલમાં રહેશે.

સાહિન-