Site icon Revoi.in

આજથી ATMમાંથી પૈસા ઉપાડવા મોંધા પડશે – હવે નિર્ઘારીત સંખ્યા બાદ પ્રતિ ટ્રાન્ઝેક્શન વસૂલાશે 21 રૂપિયા ચાર્જ

Social Share

 

દિલ્હીઃ-  જો તમને અવનાર નવાર એટીએમમાંથી પૈસા ઉપાડવાની આદત હોય તો હવે તમને આ આદત માટે એક્સ્ટ્રા રકમ ચૂકવવી પડશે,જી હા આજથી ભારતીય રિઝર્વ બેંક ના આદેશ બાદ, બેંકોએ નવા વર્ષના પ્રથમ દિવસે અટેલે કે 1 જાન્યુઆરી, 2022 થી ઓટોમેટેડ ટેલર મશીન રોકડ વ્યવહારો અને અન્ય વ્યવહારો પર ચાર્જ વધારી દીધો છે.

મળતી માહિતી પ્રમાણે હવે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો ચાર્જ વધારવામાં આવ્યો છે.આ ફી વધારો ટ્રાન્ઝેક્શનની નિર્ધારિત સંખ્યા કરતા વધુ ટ્રાન્ઝેક્શન કરવા બદલ કરવામાં આવ્યો છે. આમાં રોકડ અને અન્ય વ્યવહારોનો પણ સમાવેશ થાય છે.

આરબીઆઈએ જારીકરેલી 10 જૂન, 2021ના રોજના આદેશ પ્રમાણે 1 જાન્યુઆરી, 2022થી, બેંકો હવે એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જ તરીકે 20 રૂપિયાને બદલે 21 રૂપિયા વસૂલ કરશે. જો કે, ગ્રાહકો તેમના બેંક એટીએમમાંથી દર મહિને પાંચ વખત  સુધી મફત વ્યવહારો કરી શકે છે. પરંતુ જો 5 વખતથી વધુ વાર ટ્રંજેક્શન કરવામાં આવશે તોતેના પર 21 રુપિયા ચાર્જ લાગૂ કરાશે,આ સાથે જ ગ્રાહકો અન્ય બેંકોના એટીએમમાંથી મફત વ્યવહારો મર્યાદીત સંખ્યામાં કરી શકશે ત્યાર બાદ તેનો પમ ચાર્જ વસૂલાશે.

અશ્વિની રાણા, ફાઉન્ડર, વોઈસ ઓફ બેન્કિંગે જણાવ્યું હતું કે, “એટીએમ ટ્રાન્ઝેક્શન દીઠ સર્વિસ ચાર્જમાં વધારો ત્યારે જ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે જો વ્યવહારોની સંખ્યા સંબંધિત બેંકો દ્વારા માન્ય ટ્રાન્ઝેક્શનની સંખ્યા કરતાં વધી જશે.જો કે તે કિમંત પણ તદ્દન સામાન્ય છે,જે પહેલા 20 હતી હવે 21 કરી દેવાઈ છે