Site icon Revoi.in

 ડિસેમ્બર મહિનામાં લોન્ચ થશે ‘ગગનયાન’નું માનવ રહિત મિશન – નાણામંત્રીએ આપી જાણકારી

Social Share

દિલ્હીઃ-નાણામંત્રી નિર્મલા સીતારામણે સામાન્ય બજેટ પર ભાષણ દરમિયાન જમીનથી લઈને આસમાનમ  સુધીનો ઉલ્લેખ કર્યો હતો,તેમણે પોતોના ભાષણમાં ભારતના ગગનયાન મિશનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તેની માનવરહિત પરિક્ષણ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં જ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ભારતનું આ મિશન ગયા વર્ષે કોરોના મહામારીને કારણે શરૂ થયું ન હતું અને તે જ સમયે તેની તૈયારીઓ પર પણ અસર પડી હતી. ભારતની રાષ્ટ્રીય અવકાશ સંસ્થા ઇસરોએ ગગનયાન પહેલાં બે માનવરહિત વિમાન મોકલવાની યોજના બનાવી હતી, જેમાંથી એક ડિસેમ્બર 2020 માં ઉડાન ભરનાર હતું અને બીજું જુલાઈ 2021 માં મોકલવાની યોજના હતી. જો કે આ  કોરોનાકાળને કારણે શક્ય ન બની શક્યું નહી.

નાણાં મંત્રીએ બજેટ ભાષણ દરમિયાન ગગનયાન અને પીએસએલવી સી 51 માટેની તૈયારીઓ વિશે પણ ખાસ વાત કરી હતી. તેમણે કહ્યું કે રશિયામાં ચાર ભારતીય અવકાશયાત્રીઓની તાલીમ આ બાબતે ચાલી રહી છે.ઉલ્લેખનીય છે કે, ઇસરો એ 2022 માં 10 હજાર કરોડ રૂપિયાના  ખર્ચ વાળા ‘ગગનયાન’ અવકાશમાં મોકલવાની યોજના બનાવીછે.

15 ઓગસ્ટ, 2018 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં આ માનવસહિત અવકાશ મિશન ‘ગગનયાન’ ની ઘોષણા કરી હતી. આ મિશનનો ઉદ્દેશ 2022 સુધીમાં ભારતની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના ખાસ પ્રસંગે ત્રણ સભ્યની ટીમને પાંચથી સાત દિવસના સમયગાળા માટે  અવકાશમાં મોકલવાનો છે.

સાહિન-