Site icon Revoi.in

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ બની આલિયા ભટ્ટની સૌથી મોટી સોલો ઓપનિંગ ફિલ્મ,’રાઝી’ કરતાં પણ વધુ કમાણી

Social Share

મુંબઈ:સંજય લીલા ભણસાલી દ્વારા દિગ્દર્શિત અને મુખ્ય ભૂમિકામાં આલિયા ભટ્ટની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એ આ શુક્રવારે મોટા પડદા પર રિલીઝના પ્રથમ દિવસે બમ્પર કમાણી કરી હતી.આ ફિલ્મે પ્રથમ દિવસે 10.5 કરોડની કમાણી સાથે જોરદાર પદાર્પણ કર્યું છે.

સપ્તાહના અંતે ખાસ કરીને મેટ્રો શહેરોમાં તે વધુ ઊંચે જવાની ધારણા છે.એડવાન્સ બુકિંગ પણ શાનદાર છે, જેના કારણે ફિલ્મના ઓપનિંગના આંકડામાં વધારો થયો છે.આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ સિનેમાઘરોમાં 50 ટકા કબજો હોવા છતાં મોટા ભાગના શહેરોમાં (ખાસ કરીને મુંબઈ અને દિલ્હી) ડબલ ડિજિટ સાથે ખુલી હતી.

આલિયા ભટ્ટે ફિલ્મ ખુબ જ સારું કામ કર્યું છે.સંજય લીલા ભણસાલીની બેસ્ટ ફિલ્મમાં આલિયા ભટ્ટ સિવાય અજય દેવગણ, વિજય રાજ ​​અને શાંતનુ મહેશ્વરી પણ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે.

 

Exit mobile version