Site icon Revoi.in

દેશમાં જિનોમ સિક્વન્સિંગ બે લાખને પાર – યુએસ અને યુકે પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ ભારત

Social Share

દિલ્હીઃ- દેશભમાં કોરોનાનો ડર ફરી એક વખત સતાવી રહ્યો છે કોરોના સમયમાં ભાર વેક્સિનથી લઈને કોરોના ટેસ્ટિંગ મામલે વિશઅવભરમાં આગવું સ્થાન ધરાવતો દેશ બન્યો હતો ત્યારે હવે  આવી સ્થિતિમાં ભારતે કોરોના વાયરસની વંશાવળીને ટ્રેક કરવામાં વધુ એક ઉપલબ્ધિ મળેવી  છે.

GISAID રિપોર્ટ અનુસાર, ભારતમાં જાન્યુઆરી 2021થી કોરોના સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં ભારત દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે 2,23,588 સિક્વન્સ શેર કરવામાં આવ્યા છે. આનાથી વધુ, યુએસએ 43 અને યુકેએ 2.88 લાખ સિક્વન્સ શેર કર્યા છે. વિશ્વભરના દેશોએ આ પ્લેટફોર્મ પર અત્યાર સુધીમાં 1,43,68,302 જીનોમ સિક્વન્સ શેર કર્યા છે., GISAID એક આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે જ્યાં વિવિધ દેશો કોરોનાની શ્રેણીઓ શેર કરે છે.

ભારતીય વૈજ્ઞાનિકોએ કોરોના દર્દીઓના જીનોમ સેમ્પલની સિક્વન્સિંગ કરતી વખતે બે લાખનો આંકડો પાર કરી દીધો છે. આ સાથે, ભારત યુએસ અને યુકે પછી ત્રીજો સૌથી મોટો દેશ બની ગયો છે જેણે બે લાખથી વધુ જીનોમનું ક્રમાંકન કર્યું છે.

ગ્લોબલ ઇનિશિયેટિવ ઓન શેરિંગ ઓલ ઈન્ફ્લુએન્ઝા ડેટાનો રિપોર્ટ આ બાબત દર્શાવે છે. અહેવાલ મુજબ, ભારતમાં છેલ્લા 60 દિવસમાં 150 થી વધુ જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવ્યા  અને તેમાંથી કોઈપણમાં BF.7 સબવેરિયન્ટની હાજરી જોવા મળી નથી. XBB.3 નામનું પેટા વેરિઅન્ટ, ઓમિક્રોનમાંથી ઉતરી આવ્યું છે, તે સૌથી વધુ સંખ્યામાં 19 ટકા દર્દીઓના નમૂનાઓમાં શોધી કાઢવામાં આવ્યું છે.જો કે તેની અસર એટલી નથી.