Site icon Revoi.in

ખીલની સમસ્યાનું લાવો હવે હંમેશા માટે નિરાકરણ,જાણી લો આ ટ્રીક

Social Share

ડોક્ટર દ્વારા ખીલને લઈને હંમેશા એક સલાહ આપવામાં આવતી હોય છે કે ખીલ વ્યક્તિને ત્યારે થાય છે જ્યારે તેના શરીરના હોર્મોન્સ બદલાય છે. જે લોકોને લાગે છે કે તેમને વધારે પ્રમાણમાં ખીલ થઈ રહ્યા છે તો તે લોકો દ્વારા કેટલાક પ્રકારના ઉપાય કરી શકે છે. ખીલને લઈને ડોક્ટર દ્વારા તે પણ સલાહ આપવામાં આવે છે કે ખીલને થતા ઓછા કરી શકાય છે પરંતુ તેને રોકી શકાતા નથી.

લીમડામાં મળેલ કુદરતી ગુણધર્મ ત્વચાની ઘણી મોટી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. આ માટે તમારે લીમડાથી બનેલ ફેસ પેક લગાવવો પડશે. લીમડો પીસીને લગાવવાથી ખીલ પણ દૂર થાય છે અને ત્વચા નિષ્કલંક અને સુંદર બને છે.

એલોવેરા દ્વારા ત્વચાની વિશેષ કાળજી લઈ શકાય છે. એલોવેરા લાંબા સમયથી આયુર્વેદમાં દવા તરીકે વપરાય છે. એલોવેરામાં જોવા મળતા ઔષધીય ગુણધર્મો ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે અને શુષ્કતા દૂર કરીને ત્વચાને હાઇડ્રેટ કરે છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા પર ચકામા, ખંજવાળ અને લાલાશ દૂર થાય છે અને ચહેરા પર ગ્લો આવે છે.

જો વાત કરવામાં આવે હળદરની તો ત્વચા પરના પિમ્પલ્સ અને જુના ફોલ્લીઓની સમસ્યાથી છૂટકારો મેળવવા હળદર અસરકારક છે. તે ત્વચાને નરમ અને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે. આ જ કારણ છે કે લગ્ન સમયે દરેક છોકરા અને છોકરી માટે હળદર લગાવવાની પ્રથા છે. બળતરા વિરોધી ગુણધર્મો હળદરમાં જોવા મળે છે, જે ત્વચાને બાહ્ય ચેપથી બચાવવા સાથે રંગને સફેદ કરવા મદદ કરે છે. તમારા ચહેરા પર હળદરની પેસ્ટ લગાવો અને થોડા કલાકો પછી ચહેરો ધોઈ લો.

ઉલ્લેખનીય છે કે,આ પ્રકારની માહિતી માત્ર જાણકારી માટે આપવામાં આવી છે પરંતુ જો સ્કીનને લગતી કોઈ પણ સમસ્યા હોય તો તેના માટે ડર્મીટોલોજીસ્ટ, અથવા સ્કીન સ્પેશિયાલીસ્ટનો કોન્ટેક્ટ કરવો જોઈએ.