Site icon Revoi.in

જીમેઈલના આ ફીચર જાણી લો,મોટાભાગના કામ થઈ જશે સરળ

Social Share

વિશ્વમાં આજે પણ મોટા ભાગના લોકો કેટલાક કામ માટે જીમેઈલનો જ ઉપયોગ કરે છે. જીમેઈલ દ્વારા કેટલાક મહત્વના કામ અને મેસેજ પણ થતા હોય છે. ત્યારે ક્યારેક લોકોને કંટાળો પણ આવી જતો હોય છે. હવે જે લોકો ઈમેઈલનો વધારે ઉપયોગ કરે છે તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી, માત્ર તે લોકોએ કેટલાક ફીચર જાણી લેવાના છે.

આ ફીચરમાં સૌથી પહેલું છે કે જીમેઈલ નડ્જનો ઉપયોગ મહત્વપૂર્ણ ઇમેઇલ્સને ફોલોઅપ કરવા અથવા જવાબ આપવા માટે થાય છે. આ વિશેષ સુવિધામાં, તમને જવાબ આપવા માટે 2 વિકલ્પો જોવા મળશે, ફોલોઅપ માટે ઈમેઈલ સજેશન અને ફોલોઅપ માટે ઈમેઈલ સજેશન ફોર ફોલોએપ.

કેટલાક લોકોને કદાચ તે વાતની જાણ નહીં હોય કે જીમેલ પાસે ઓફલાઇન એક્સેસ મોડ પણ છે. કોઈપણ ઇન્ટરનેટ કનેક્શન વિના મેઇલ વાંચી શકો છો. આ સિવાય, તમે તેના પર પ્રતિસાદ અને સર્ચ પણ કરી શકો છો. આ સુવિધાનો લાભ લેવા માટે, તમારે mail.google.com પર બુકમાર્ક ઉમેરવાની જરૂર છે. જીમેઇલની આ અનોખી સુવિધા માત્ર ક્રોમ સાથે કામ કરે છે. તેને એક્ટિવેટ કરવા માટે, તમારે સેટિંગ્સમાં જઈને ઓફલાઈન મેઈલને ઈનેબલ કરવું પડશે.

આ ઉપરાંત ક્યારેક કેટલાક લોકોને પોતાની મોટી ડોક્યુમેન્ટ ફાઈલ ઈમેલથી મોકલવી હોય છે, પણ મોકલી શકતા નતી પણ આમ જોવા જઈએ તો લોકો મોટી ફાઈલને પણ જીમેઈલથી મોકલી શકે છે. Gmail પર 25 MB થી વધુની ફાઇલો મોકલી શકતા નથી. Gmail તમને માત્ર 25 MB સુધીની ફાઇલો જોડવાની પરવાનગી આપે છે. જો તમે કોઈને મોટી ફાઇલો મોકલવા માંગતા હો, તો તમે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરી શકો છો.આ માટે તમારે તમારી ફાઇલ ગૂગલ ડ્રાઇવ પર અપલોડ કરવી પડશે. તે પછી, કંપોઝ વિભાગમાં ડ્રાઇવ આયકન પર ક્લિક કર્યા પછી, તમે ફાઇલને જોડી શકો છો અને કોઈને પણ મોકલી શકો છો.