Site icon Revoi.in

તમારા બાળકને નાનપણથી ટ્રાવેલિંગની પાડીદો આદત , તેમની મેન્ટલી હેલ્થ મજબૂત બનવા સાથે થાય છે અનેક ફાયદા

Social Share

સામાન્ય રૂતે આજકાલ ઘણા માતા પિતા બાળકને એટલું પેમ્પર કરે છે કે તેઓને ઘરની બહાર પમ નીકળાતા નથી બાળક લગભગ 8 કે 10 વર્ષનું ન થાય ત્યા સુધી તેઓને ફરવા પણ નથી લઈ જતા ,જો કે બાળક જ્ારે 4 થી 5 વર્ષનું થાય ત્યારે તેને નાની નાની ટ્રિપ કરાવો,ઐતિહાસિક પ્લેસ પર ફરવા લઈ જાઓ આમ કરવાથી તેઓનો માનસીક વિકાસ થાય છે અવનવું જાણે છે અને બચપનથી જ ટ્રાવેલિંગમાં આવતા ચેલેન્જ માટે તે રેડી થઈ જાય છે. જો કે આ દરેક સ્થિતિમાં માતા પિતાએ સંપૂર્ણ બાળકને સાથ સહકાર આપવાનો હોય છે.

આ સાથે જ જે બાળકો વારંવાર મુસાફરી કરે છે, તેમની દ્રષ્ટિ પહેલા કરતા વધુ સ્પષ્ટ થઈ જાય છે. શું તેઓ જાણે છે કે જીવનમાં શું કરવાનું છે? આવી સ્થિતિમાં માતા-પિતાએ બાળકોમાં મુસાફરીની રુચિ કેળવવી જ જોઈએ.

બાળકોને ટ્રાવેલિંગ કરાવવાથી શું ફાયદા થાય છે.
બાળક નાની ઉમંરે દેશની સંસ્કૃતિમાં રહેલી વિવિધતાને જોવાની અને સમજવાની તક મેળવે છે.
આ સાથે જ પ્રવાસ કરવાથી બાળકોમાં એડજસ્ટ થવાની ટેવ કેળવાય છે.જે મોટા થતા તેમના જીવનના દરેક તબક્કામાં કામ અવશ્ય આવશે જ

આ સાથે જ બાળકોને પ્રકૃતિને નજીકથી જાણવા અને સમજવાની તક છે.પર્યાવરણ પ્રત્યે નાનપણથી બાળક જાગૃત બને છે.

જ્યારે બાળકો પુસ્તકોમાં સ્મારક અથવા મુલાકાત લીધેલ સ્થળનો ઉલ્લેખ વાંચે છે, ત્યારે તેઓને તે પ્રકરણ વાંચવામાં રસ કેળવાય છે અને તેઓ તેને ઝડપથી યાદ કરે છે.

આ સાથે જ ખાસ બાળકોને ઐતિહાસિક સ્થળો જોવા લઈ જાઓ જેખથી બાળકોનો ઈતિહાસ પ્રત્યે રસ વધે છે.જે તેમના અભ્યાસમાં કામ લાગે છે

આ સાથે જ પ્રવાસ કરવાથી બાળકોને લોકો પ્રત્યે જે ડર હોય છે તે દૂર થાય છે પબ્લિગ પ્લેસ પર રહેવાની પ મટેવ કેળવાય છે.

બાળકોને પ્રવાસ દરમિયાન અનેક જવા લોકોને જુદી જુદી રીતે મળે છે અને વાત કરે છે. આનાથી તેમનો માનસિક વિકાસ થાય છે.આ સહીત પ્રવાસથી બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે.
નાની વયે પ્રવાસ કરવાથી બાળકોમાં વિવિધ ભાષાઓ શીખવાની રુચિ પેદા થાય છે.અવનવી વાતો જાણવાની રુચિ પેદા થાય છે.પરિસ્થિતિ સાથે સહજ થતા બાળક નાની વયે શીખી જાય છે.