Site icon Revoi.in

ગુજરાતમાં આવેલું ઘરમપુર એટલે હિલસ્ટેશનની મજા માણવા માટે ઓછા બજેટ નું સુંદર સ્થળ

Social Share

ઘરમપુર નામ આપણે સૌ કોઈએ સાંભળ્યું હશે, અહીં સુંદર પહાડોની હારમાળા આવેલી છે તો હિલસ્ટેશનની મજા પણ માણી શકાય છે, લસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલું આ સ્થળ ખૂબ જ નયનરમ્ય છેમહત્વની વાત એ છે કે તમારે શિમલા મનાલીનું બજેટ નથી ખર્ચવું તો આ સ્થળ ગુજરાતમાં રહેતા લોકો માટે બેસ્ટ છે.ગિલ્બર્ટ ટ્રેલ, મંકી પૉઈન્ટ અને પાઈન હિલ્સ જેવી જગ્યાઓ પર ફરવાની સાથે-સાથે બીજી જગ્યાઓ પર પણ તમે ફરી શકો છો. ચરિંગ ક્રોસ અને લેડી વિલ્સન મ્યુઝિયમ જેવી જગ્યાઓ ખૂબ જાણીતી છે.આ સાથે જ ધરમપુર ના એક સુંદર ધોધ અને અદ્ભુત જગ્યાની વિસ્મરણીય મુલાકાતઆ એક અતિ-સુંદર જગ્યા છે.અહીં ૩ ધોધ આવેલા છે.

 જો  તમે ન્યુયરનૂ મજા માણવા જવાનુ વિચારી રહ્યા છો તો તમારે ધર્મપુર જવું જોઈએ. ધર્મપુરમાં અનેક સુંદર સ્થળો આવેલા છે.ધર્મપુરમાં આવેલ ગિલ્બર્ટ ટ્રેલ અહીંની સૌથી લોકપ્રિય જગ્યાઓમાંની એક છે  જેની ચારેય તરફ ઊંચા-ઊંચા પર્વતો છે અને આખી જગ્યા ઘનઘોર જંગલોથી ઘેરાયેલ છે.અહીની સુંદરતા ચોક્કસ તમારુ મન મોહી લે છે. 

 અહીં એક એવો પોઈન્ટ છે, જ્યાંથી તમે સુંદર નજારાને માણી શકો. જેનું નામ છે મંકી પોઈન્ટ જે ખૂબ સુંદર છે.આ એક જાણીતું સ્થળ હોવાની સાથે-સાથે ટૉપ પોઈન્ટ પર હનુમાનજીનું મંદિર પણ છે, જે સંજીવની હનુમાન મંદિરના નામે પણ ઓળખાય છે. તમે અહીં ટ્રેકિંગ કરીને પણ અહીં સરળતાથી પહોંચી શકો છો. અહી સેલ્ફી કે ફોટોગ્રાફી કરી શકાય છે.

વિલ્સન હિલ દરમિયાની સપાટીથી 2300 ફૂટની ઊંચાઇ પર આવેલું છે. નયનરમ્ય, પ્રકૃતિ પ્રેમિઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવી વિલ્સન હિલ પંગારબારી ગામ ખાતે આવી છે. આ સ્થળે ચોમાસા દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠેલી વનરાજી, ખીણનું અપાર સૌંદર્ય અને ઉગતા તેમજ ઢળતા સૂર્યને માણવા માટે પ્રકૃત્તિ પ્રેમીઓ અહીં ખાસ આવતા હોય છે.