Site icon Revoi.in

ભારતના 141  પ્રદુષિત શહેરોમાં ગાઝિયાબાદ મોખરે- એક્યૂઆઈ 428, દિલ્હીની હવામાં પણ પ્રદુષણનું પ્રમાણ યથાવત

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં શિયાળો આવતાની સાથે જ હવા પ્રદુષિત બનવાની ઘટનાઓ સર્જાતી રહેતી હોય છે, ત્યારે આ બાબતે દેશની રાજધાની દિલ્હી પણ મોખરે હોય છે,જ્યા દિવાળી જેવો તહેવાર વિતી ગયો હોવાથઈ અને પરાળી બાળવાથી હવામાં ઘૂમાડોનું પ્રમાણ વધ્યું છે ,દિવાળીના છ દિવસ પછી પણ એનસીઆરના શહેરોમાં હવા ઠંડકવાળી છે.

તો બીજી તરફ ગાઝિયાબાદમાં હવાની ગુણવત્તા ગંભીર શ્રેણીમાં યથાવત જોવા મળી છે. બુધવારે દેશના સૌથી પ્રદૂષિત શહેર તરીકે 141 શહેરોની સૂચિમાં ગાઝિયાદનો સમાવેશ થયો છે, આ સાથે બુલંદશહરથી પાણીપત સુધીની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. આગામી બે દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની આગાહી કરવામાં આવી છે. 13 નવેમ્બરથી હવાની ગુણવત્તામાં સુધારો થવાની સંભાવના છે.

હવામાન એજન્સી સફર અનુસાર, પડોશી રાજ્યોમાં પરાળી સળગાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 5317 પરાળી બાળવામાં આવી છે. જેમાંથી પેદા થયેલ PM 2.5 પ્રદૂષણમાં 27 ટકા હિસ્સો ધરાવે છે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમ રહે છે, પરંતુ ઝડપ હળવી રહેતી જોવા મળે છે. જેના કારણે પરાળી બાળવાનો ધુમાડો ઓછી માત્રામાં દિલ્હી-એનસીઆર સુધી પહોંચ્યો છે.જો કે પ્રદુષણ સ્તર નીચુ તો રહ્યું જ નથી.

દિલ્હીમાં પણ પ્રદુષણનું સ્તર યથાવત

હવામાન વિભાગ દ્વારા અનુમાન લવાગાઈ રહ્યું છે કે આગામી બે દિવસમાં પવનની ગતિ વધશે અને દિલ્હી-એનસીઆરમાં પરાળી બાળવાનો ધુમાડો પણ વધવા લાગશે. આ હવાની ગુણવત્તાને વધુ ખરાબ કરશે.તેમજ સ્થાનિક પવનોની ધીમી ગતિને કારણે પ્રદૂષણનો ફેલાવો ઓછો થશે અને તે લાંબા સમય સુધી એક જ જગ્યાએ સ્થિત રહેશે. જેના કારણે દિલ્હી-એનસીઆર પર પ્રદૂષણની ચાદર છવાયેલી રહી શકે છે. બુધવારે હવામાં પીએમ 10નું સ્તર 321 અને પીએમ 2.5નું સ્તર 198 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર હતું.