Site icon Revoi.in

તમારી ત્વચા માટે ઘી ,મધ અને હરદળ નેચરલ ક્રિમ ,જાણો તેને લગાવાની રીત અને તેના ફાયદા

Social Share

આપણે આપણી સુંદરતાને જાળવી રાખવા અવનવા પ્રોડક્ટ અને મોંધા ખર્ચ કરતા હોઈએ છીએ જો કે ઘી હરદળ અને મધમાંથી બનાવેલી પેસ્ટ તમારી ત્વચા માટે કારગાર સાબિત થાય છે તેને લગાવાથી ચહેરા પરની નાની ઉંમરે પડતી કરચલીઓ દૂર થાય છે સાથે જ ત્વચા પર નિખાર લાવે છે .

1 ચમચી ઘીમાં 1 ચમચી હરદળ અને 2 ચમચી મધ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો, હવે દરરોજ રાતે સુતા પહેલા આ ક્રિમથી તમે 10 મિનિટ હળવા હાથે ચહેરા પર મસાજ કરો આમ કરવાથી ચહેરા પરળી ઠીલી ત્વચા દૂર થશે અને સ્કિન મજબૂત બનશે,

ઘીમાં વિવિધ પ્રકારના મહત્વપૂર્ણ ફેટી એસિડ હોય છે જે નિસ્તેજ અને શુષ્ક ત્વચા માટે મોઇશ્ચરાઇઝિંગ એજન્ટ તરીકે કામ કરે છે. તે ત્વચાને નરમ પણ બનાવે છે અને ત્વચાને હાઇડ્રેટ રાખે છે.

આ સહીત તમે  ચ એક ચમચી હળદરમાં 2 ચમચી ઘી મિક્સ કરીને ચહેરા પર મસાજ કરો. લગભગ 10 મિનિટ સુધી તેને ચહેરા પર લગાવ્યા બાદ ચહેરાને સારી રીતે ધોઈ લો.આમ કરવાથી પણ તમારી ત્વચાનો નિખાર ખીલી ઉઠે છે.

આ સાથે જ 1 ચમચી ઘીમાં તમે બેસન એડ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવીને ચહેરા પર મસાજ કરવાથી ત્વચા કોમળ તો બને જ છે સાથે સાથે ત્વચા પરના બંધ છિદ્રો પણ ખુલે છે જેનાથી તમારી ત્વચામાં જાન આવે છે.

હળદરના ઔષધીય ગુણો ચહેરા પરથી ફ્રીકલ, ડાર્ક સ્પોટ્સ, પિગમેન્ટેશન અને ડાર્ક સર્કલ દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. આ કારણે, હળદરનો ઉપયોગ ત્વચા સંભાળના ઘણા ઉત્પાદનો અને ઘરે બનાવેલા ઉબટાન અથવા અન્ય વાનગીઓમાં વ્યાપકપણે થાય છે.તો તમે ધી અને હરદળનો ઉપયોગ પણ ત્વચા માટે કરી શકો છો.