Site icon Revoi.in

જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને લઈને ગુલામ નબી આઝાદનું નિવેદન

Social Share

શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને લઈને તમામ લોકોનો અલગ અલગ અભિપ્રાય હોય છે. પણ સેના દ્વારા હંમેશા તે જ પગલા લેવામાં આવે છે દેશની સુરક્ષા માટે જરૂરી છે, અને જે ભાષા આતંકવાદીઓ સમજે છે. આવામાં હવે કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે નાગરિકોની હત્યા કેન્દ્ર શાસિત પ્રદેશમાં આતંકવાદને જન્મ આપી રહી છે અને સેનાના પ્રયાસોથી જે લાભ મળવો જોઈએ તે મળી રહ્યો નથી.

ભારતીય સેનાની જમ્મુ અને કાશ્મીરમાં હાજરી પર બોલ્યા કે સૈન્યના જવાનો સ્થાનિક લોકો સાથે ગાઢ સહયોગથી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, પરંતુ તેમણે આતંકવાદ વિરોધી ઓપરેશન દરમિયાન વધુ ઉતાવળ ન બતાવવી જોઈએ. હું મારા જમાનામાં કહેતો હતો કે તમે કોઈના ઘરમાં ઘૂસી જાઓ, બે દિવસ રાહ જુઓ, ચારે બાજુ બેનરો લગાવો, તો બે દિવસમાં બહાર આવી જશે. અંદર જવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ. કોઈ ડોકટરે કહ્યું નથી કે તેને તે જ દિવસે મારી નાખવાનો છે, માત્ર રાત્રે જ, તેને બે દિવસ પછી પણ મારી શકાય છે. પરંતુ વધારાના નુકસાનથી ઘર બચશે,  બાકીના સુરક્ષા દળો સારી રીતે કામ કરી રહ્યા છે પરંતુ તેઓએ આ કામ કરવાથી બચવું જોઈએ.

જો કે ઉલ્લેખનીય છે કે જે રીતે આતંકવાદીઓ દ્વારા સેનાના જવાનોને ટાર્ગેટ બનાવવામાં આવે છે તેને લઈને સેના દ્વારા પણ જો આ રીતે 2-2 દિવસ રાહ જોવામાં આવે તો આતંકવાદ વધી જવાની પણ શક્યતાઓ છે. 2 દિવસ રાહ જોવામાં આવે તો આતંકવાદીઓ દ્વારા એ જગ્યા પર પણ હૂમલા થઈ શકે છે જે સ્થળે સેનાના જવાનો બેઠા છે.