Site icon Revoi.in

ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

Social Share

દિલ્હી:ગુલામ નબી આઝાદે જમ્મુ-કાશ્મીર કોંગ્રેસની પ્રચાર સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે.આજના દિવસે જ તેમની આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી.તેમણે જમ્મુ-કાશ્મીરમાં પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના સભ્યપદેથી પણ રાજીનામું આપી દીધું છે.

ગુલામ નબી આઝાદના રાજીનામાના કારણો વિશે સ્પષ્ટપણે કંઈ કહેવામાં આવ્યું નથી.નોંધનીય છે કે,કોંગ્રેસે ગુલાબ નબી આઝાદના નજીકના મનાતા વકાર રસુલવાનીને મંગળવારે પોતાની જમ્મુ-કાશ્મીર ઇકાઈના નવા અધ્યક્ષ તરીકે નિયુકત કર્યા છે.

પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીએ 47 વર્ષીય વાની તેમજ વરિષ્ઠ નેતા આઝાદ (73)ને ચૂંટણી પ્રચાર સમિતિના વડા તરીકે આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી.કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, સોનિયા ગાંધીએ જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસ સમિતિ માટે ચૂંટણી પ્રચાર સમિતિ અને રાજકીય બાબતોની સમિતિ (પીએસી) સહિત સાત સમિતિઓની પણ રચના કરી હતી.

વેણુગોપાલે કહ્યું હતું કે,સોનિયાએ પ્રદેશ અધ્યક્ષ પદેથી ગુલામ અહેમદ મીરનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમના સ્થાને રસૂલ વાનીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. આઝાદના નજીકના ગણાતા વાની રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને બાનિહાલથી ધારાસભ્ય રહી ચૂક્યા છે.