Site icon Revoi.in

યુવતીઓએ આકર્ષક લૂક માટે આ 3 બાબતોનું રાખવું જોઈએ ધ્યાન – પરિધાન ,આભૂષણો અને મેકઅપ આપશે પરફેક્ટ લૂક

Social Share

દરેક યુવતીઓ ઈચ્છે છે કે તેઓ પોતે આકર્ષક દેખાઈ જો કે આ માટે દરેક લોકોએ પોતાના કપડાથી લઈને મેકઅપનું ખાસ ધ્યાન આપવાનું હોય છે. આજે ખાસ કેટલીક ટિપ્સ જોઈશું જેનાથી તહેવારમાં તમારો લૂક ખૂબ જ આકર્ષક બનશે,આ તહેવારોના દિવસે ખાસ અને અલગ દેખાવ માટે, આઉટફિટ્સનો રંગ તેમની સ્ટાઈલ અને ડિઝાઈન પ્રમાણે પસંદ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આ પ્રસંગે, તમે તમારા પરંપરાગત કપડાં દ્વારા તમારો દેખાવ બદલી શકો છો 

પરિધાન

તહેવારોમાં તમે પરંપરાગત કપડાં પસંદ કરી શકો છો, જેમાં ઘણા ઓપ્શેન્સ હશે આવી સ્થિતિમાં તમે સાડી પહેરી શકો છો. જો તમે અલગ અને ગ્લેમરસ દેખાવા માંગતા હોવ તો તમે રફલ સાડી પહેરી શકો છો અથવા ઈન્ડો વેસ્ટર્ન રીતે સાડી કેરી કરી શકો છો. જો તમારે ટ્રેડિશનલ લુક જોઈતો હોય તો તમે બનારસી અથવા સિલ્કની સાડી પહેરી શકો છો. 

તહેવાર પર આકર્ષક દેખાવા માટે પ્રસંગ અનુસાર કપડાંની પસંદગી કરવી જોઈએ.આ સાથે જ તમે સાડી સાથે લોંગ સ્લિવ અને નેક પેક બ્લાઉઝ પણ કેરી શરી શકો છો આ પ્રકારના બ્લાઉઝ તમને અન્ય પ્રસંગ કરતા અલગ દેખાવ આપશે.

જો લગ્ન સિઝનની વાત કરવામાં આવે તો તમે આ પ્રકારના પ્રસંગોમાં યલ્લો, રેડ અને ઓરેન્જ રંગના કપડાં પહેરી શકો છો. આ બધા રંગો પૂજા માટે શુભ માનવામાં આવે છે. ઉપરાંત, આ બધા રંગો તમને સુંદર દેખાવ પણ આપે છે. આવી સ્થિતિમાં તમે રેડ રંગની કુર્તી ,સારી કે  શરારા પણ કેરી કરી શકો છો.

ઘરેણાઓ

જો તમે સારી પડી રહ્યા છો તો તમારે ડ્રેશિનલ ઓરનામેન્ટ્સ પહેરવા જોઈએ,જેમાં ખાસ મોતી વાળા ઘરેણાઓ તમને વધુ સ્ટાઈલિશ બનાવે છે,આ સાથે જ ચોકસ જે ગળું પેક હોય તે રીતે પહેરાય છે આવા નેકલેસ પણ તમને સુંદર દેખાવ આપે છે, પરંતુ જો તમે ગાઉન કે પછઈ કુર્તી કેરી કરહી રહ્યા હોવ તો તમારે માત્રે કાનમાં ઈયરિંગ્સ પહેરવા જોઈએ આજકાલ માપર્કેટમાં સરસ મજાના ઈયરિંગ્સ મળે છે ,ઝુમખા, ઈન્ડોવેસ્ટર્ન જેવા આયરિંગ્સ ખૂબ જ સરસ લાગે છે.

હેરસ્ટાઈલ મેકઅપ

 આ તહેવારમાં તમારે તમારા લુકની સાથે હેરસ્ટાઈલ પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. સારી હેરસ્ટાઈલ કોઈપણ સાદા પોશાક પર તમારા દેખાવને આકર્ષક બનાવી શકે છે. જો તમે ઇચ્છો તો, તમે  તમારા વાળ મુજબ સ્ટાઇલ પણ કેરી કરી શકો છો.ખાસ કરીને જો સાડજી પહેરો ત્યારે બધા વાળ ઊંચા આવી જાય તે રીતે બન કરી શકો છો.આ સાથે જ તમે સીલ્કની સા઼ડી પહેરો તો હેર સ્ટ્રેટ કરીને ઓપન રાખઈ શકો છો,જો તમે લોંગ કુર્તી કે ગાઉન કેરી કરો છો તો મેશી હેરસ્ટાઈલ કરી શકો છો