Site icon Revoi.in

દિવાળીના તહેવાર પર તમારા ઘરની દિવાલોને આપો નવો લૂક, આ રીતે સજાવો ઘરની દિવાલ

Social Share

દિવાળી પર ઘરની સજાવટ કરવા માટે માત્ર દિવાલોને રંગવાનું પૂરતું નથી. ઘરમાં કરવામાં આવેલો કલર માત્ર દિવાલોને સાફ કરે છે, પરંતુ ડેકોરેશન માટે તમારે કેટલીક અન્ય બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ દરુરી છે.

દિવાલોને સજાવવા માટેનું પહેલા સારો રંગ પસંદ કરો અને તેનાથી દિવાલોને શણગારો. આ સાથે તમારું ઘર એકદમ સ્વચ્છ અને પહેલા કરતા ઘણું સારું લાગશે.

ઘરની દિવાલોને સજાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે દિવાલો પર કોઈપણ પ્રકારની ડિઝાઈન બનાવી લો. તેનાથી તમારી દીવાલો પણ સ્વચ્છ અને સુંદર દેખાશે. 

આ સહીત તમે ડિઝાઇન પસંદ કરો તે પહેલાં દિવાલની જગ્યાને ધ્યાનમાં રાખો. ઉદાહરણ તરીકે, બાળકોના રૂમની દિવાલો માટે અલગ ડિઝાઇન અને ડ્રોઇંગ રૂમ માટે અલગ ડિઝાઇન શ્રેષ્ઠ રહેશે.

આ સહીત દિવાલોને શોપીસથી સજાવો તમે દિવાલોને શોપીસથી પણ સજાવી શકો છો. તેનાથી તમારા ઘરની દિવાલો સરળ અને અનોખી દેખાશે. ઉપરાંત, તમે દિવાલોની નજીક સુંદર પોટ્સ મૂકીને એક ખાસ દેખાવ આપી શકો છો. 

આ બધી ટિપ્સ સિવાય તમે લાઇટની મદદથી દીવાલોને ખાસ લુક પણ આપી શકો છો. આનાથી તમારે વધારે મહેનત પણ નહીં કરવી પડે અને દિવાલો પણ સુંદર લાગશે. 

આ સહીત તમે ઘરની દિવાલો પર પ્લેન રંગ રંગાવીને તેના પર આર્ટીફિશયલ વેલ દ્રારા ટેકોરેટ કરી શકો છો જે તમારી દિવાલને નેચરલ લૂક આપે છે.

આ સહીત દિવાલ પર ડાર્ક પ્લેન રંગ લગાવીને તેના પર રેડિમેટ પેઈન્ટિંગના સ્ટિકર લગાવી શકો છઓ જેમાં બર્ડના સ્ટિકર, સ્ટાર મુનના સ્ટિકર વગેરે આકર્ષક લૂક આપે છે.