- કોરોના બાદ વિશ્વ પર બીજુ મોટૂ જોખમ
- દુનિયાભરમાં થશે અરબોનું નુકશાન
દિલ્હીઃ-કોરોના વાયરસની મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર ફેલાવ્યો છે. આ સંકટનો હજી અંત નથી આવ્યો ત્યા તો વિશ્વમાં બીજુ એક મોટૂ સંકટ વર્તાઈ રહ્યું છે. આ વર્ષેનો ગ્લોબલ રિસ્ક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દુનિયાભરમાં મંડળાઈ રહેલા ખતરાને લઈને ચેતવણાી આપવામાં આવી છે, રિપોર્ટ અનુસાર, વિશ્વને કોરોના કરતા મોટા જોખમનો સામનો કરવો પડી શકે છે.
ગ્લોબલ રિસ્ક રિપોર્ટ પ્રમાણે, આવનારા 5 થી 10 વર્ષોમાં ભૌગોલિક રાજકીય સ્થિરતા ગંભીર રીતે નબળી પડતી જોવા મળશે. જો આ રુપોર્ટમાં આપેલી આગાહી સાચી સાબિત થાય છે, તો સમગ્ર વિશ્વમાં અબજો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. આનો અર્થ એ કે વૈશ્વિક અર્થવ્યવસ્થા ફરી એકવાર સંકટમાં આવશે. આ સાથે જ આગામી સમયમાં વૈશ્વિક રોગચાળા, આર્થિક મંદી, રાજકીય ઉથલ-પાથલ અને હવામાન પલટો વિશ્વ માટે મોટી સમસ્યાઓ બની શકે છે.
વિશ્વને થઈ શકે છે અરબોનું નુકશાન
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે કોરોના મહામારી બાદ જન-જીવન અને અર્થતંત્ર સામાન્ય થવા લાગશે ત્યારે કાર્બન ઉત્સર્જન ફરી એકવાર વધવાનું શરૂ કરશે. તેનાથી આબોહવા પર સંકટ વધશે.આ રિપોર્ટ ઘણા સમુદાયોના 650 થી વધુ સભ્યો દ્વારા કડી મહેનત પછી તૈયાર કરવામાં આવ્યો છે.
આ માટે, વિશ્વભરમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો છે. વાતાવરણની કટોકટી સિવાય, જંગલની આગ, સંક્રમિત રોગો વગેરેનો ભય સમગ્ર વિશ્વમાં મંડળાઈ રહ્યો છે.ઉલ્લેખ્નીય છે કે વિતેલા વર્ષે કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં કહેર ફેલાવ્યો છે જે હજી સુધી ચાલી જ રહ્યો છે. તેનો સંપૂર્ણ અંત હજી આવ્યો નથી ત્યા તો વિશ્વમાં પ્રદુષણનું પણ મોટૂ જોખમ વર્તાઈ રહ્યું છે.
સાહિન-