Site icon Revoi.in

ગો ફર્સ્ટની એરલાઈન્સ સેવા બંધ રાખવાની તારીખ લંબાવાઈ – હવે 22 જૂન સુધી વિમાનસેવા રહેશે બંધ

Social Share

દિલ્હીઃ- છએલ્લા કેટલાક સમયથી ગો ફર્સ્ટ વિવાદમાં સપડાય છે આર્થિક બોજાને કારણે તેણે પોતાની ફ્લાઈટનું સંચાલન પણ મર્યાદિત સમય માટે બંધ કર્યું છએ ત્યારે હવે એર લાઈન્સે પોતાની સેવા હવે 22 જૂન સુધી લંબાવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી ગો ફર્સ્ટ એરલાઈને 22 જૂન, 2023 સુધી તેની કામગીરી સ્થગિત કરી દીધી છે. કંપની તરફથી આ બાબતને લઈને એક  નોટિસ જારી કરવામાં આવી છએ જેમાં આ જાણકારી આપવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ એરલાઈને તેની કામગીરી 14 જૂન સુધી સ્થગિત કરી દીધી હતી. જાણકારી અનુસાર મે મહિનાની શરૂઆતમાં રોકડની તંગીને કારણે એરલાઈને 3 મેના રોજ તેની કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દીધી હતી આ દિવસથઈ લઈને આજદિન સુધી નાદારીમાં કંપની સપડાય છે. જેને લઈને તેઓ ફરીથી ફ્લાઈટનું સંચાલન કરવામાં નિષ્ફળ રહી છે.