- ગોવાના મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતે શપથ લીધા
- પીએમ મોદી,જેપી નડ્ડા સહીતના નેતાઓ રહ્યા હાજર
ગોવાઃ- ગોવાના મુખ્યમંતત્રીના પદ પર બીજી વખત સીએમ તરીકે પસંદ કરાયેલા પ્રમોદ સાવંતે આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ,ગોવામાં આજે ભાજપ સરકારના ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમોદ સાવંતે આજે પણજીના શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમમાં સતત બીજી વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
સીએમના આ શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, હરિયાણાના મુખ્યમંત્રી એમએલ ખટ્ટર, કર્ણાટકના સીએમ બોમ્મઈ, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી પણ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગોવામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ વખતે 40 સભ્યોની રાજ્ય વિધાનસભામાં ભાજપે 20 બેઠકો જીતી છે. પ્રમોદ સાવંતના નેતૃત્વમાં બીજેપી ફરી સત્તામાં આવી છે.ત્યારે આજે તેમણે સીએમ પદના શપથ ગ્રહણ કર્યા છે.