Site icon Revoi.in

ફરવા જવું છે પણ બજેટ ઓછું છે? તો જોઈલો ભારતમાં જ આવેલા આ ફરવા લાયક સ્થળો

Social Share

આજકાલ દરેક લોકોને સારી લાઈફ જોઈએ છે, મધ્યમવરપ્ગી માણસો પર ફરવા જવાનું મન ઘરાવે છે જો કે ઓછા ખર્ચમાં પોસાય તેવી જગ્યાઓ તેઓ શાધતા હોય છે જેથી બજેટ વિખોરાય નહી અને સારી રીતે ફરી પણ શકાય ,જો કે આપણા દેશમાં જ ઘણા રાજ્યો એવા આવેલા છે જ્યા ઓછા ખર્ચમાં તમે સરળતાથઈ ફરી શકો છો. તો ચાલો જોઈએ એવા કેટલાક સ્થળો

અરણાચતલ પ્અરદેશનું તવાંગ – રુણાચલ પ્રદેશ તેના મઠો માટે પ્રખ્યાત છે. અરુણાચલ પ્રદેશનું તવાંગ પણ ઓછા બજેટમાં ફરવા માટેનું સારું સ્થળ છે. આ સ્થળની સુંદરતાને તમારા હૃદયમાં એક અલગ સ્થાન બનાવી દેશે અને તમે અહીં જીવનભરની યાદો બનાવી શકો છો.

મધ્યપ્રદેશ નું પચમઢી -ઉનાળામાં, દરેક વ્યક્તિની મુલાકાત લેવાનું સ્થળ મોટે ભાગે પર્વતોમાં હોય છે. તમને જણાવી દઈએ કે પચમઢી હિલ સ્ટેશનની સફર પાંચ હજાર રૂપિયામાં કરી શકાય છે. અહીં વોટરફોલ, પ્રાકૃતિક વિસ્તારો, ગુફાઓ, જંગલો સહિત અનેક જોવાલાયક સ્થળો છે.

હિમાચલ પ્રદેશનું કસોલ -હિમાચલ પ્રદેશની સુંદર ખીણો તમને શહેરની ધમાલથી દૂર થોડી આરામની ક્ષણો જીવવાની તક આપશે. હિમાચલનું કસોલ સાહસિક લોકો માટે યોગ્ય સ્થળ છે. તમે ઓછા બજેટમાં અહીં દરેક વસ્તુનો આનંદ માણી શકો છો.

હિમાચલ પ્રદેશનું મેકલોડગંજ,  – જે લોકો ટ્રેકિંગ પસંદ કરે છે તેમના માટે આ ખૂબ જ સારો વિકલ્પ છે. મેકલોડગંજમાં તમને તિબેટીયન સંસ્કૃતિ જોવા મળશે. આ હિલ સ્ટેશન એકદમ બજેટ ફ્રેન્ડલી છે.

રાજસ્થાનનું માઉન્ટ આબુ- અહી તમે ગુજરાતથી સરળશતાથી પહોંચી શકો છઓ, ઓછા ખર્ચમાં ્ને ઓછા સમયમાં અહીની મુલાકાત લઈ શકો છો, આ સાથે જ ગુજરાતના શહેરોમાંથી બસની પણ સુવિધાઓ ઉપલ્બધ કરાવાય છે જે સરકારી બસો હોવાથી નહીવત ભાડામાં તમને આબુૂ પહોંચાડી છે,અહી નકી લેક, ગુરુશિખર જેવી જગ્યાઓ ફરવા લાયક છે.