Site icon Revoi.in

મુંબઈ ફરવા જાવ છો? તો આ જગ્યાએ ફરવાનું ન ભૂલતા

Social Share

મુંબઈ ફરવા માટે રોજ હજારોની સંખ્યામાં લોકો આવતા હશે, લોકોને મુંબઈ શહેરમાં અનેક પ્રકારની લાઈફસ્ટાઈલ જોવા મળે છે તો કેટલાક લોકોને અનોખો અનુભવ થાય છે. મુંબઈમાં કેટલીક જગ્યાઓ પર લોકોને ખાવાનું મન થતું હોય છે ત્યારે કેટલાક લોકોને મુંબઈમાં દરિયાકિનારા પાસે ફરવાનું મન થતું હોય છે પણ આ બધા સ્થળો ઉપરાંત પણ કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં લોકોને ફરવાનું વધારે પસંદ આવે છે અને જો તમે પણ મુંબઈ જતા હોવતો તમારે આ સ્થળો પર ફરવા જવું જોઈએ.

સૌથી પહેલા છે એલિફન્ટા ગુફાઓ: જો કોઈને ઇતિહાસમાં રસ હોય, તો એલિફન્ટાની ગુફાઓને એક્સપ્લોર કર્યા વિના સફર પૂર્ણ કરવી જોઈએ નહીં. આ જગ્યા સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લી રહે છે. સોમવારે અહીં પ્રવેશ ઉપલબ્ધ નથી. એટલે કે, સોમવારે અહીં મુલાકાત લેવા માટે રજા હોય છે.

સંજય ગાંધી નેશનલ પાર્કઃ આ સ્થળ માત્ર મુંબઈ જ નહીં પરંતુ સમગ્ર મહારાષ્ટ્રનું ફેવરિટ ડેસ્ટિનેશન માનવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ પાર્કમાં બાળકો ઘણી બધી શારીરિક પ્રવૃત્તિઓ કરીને આનંદ માણી શકે છે. તેને અહીં આવવું ગમશે.

સૂરજ વોટર પાર્ક: ઉનાળો આવી ગયો છે અને તમે મુંબઈમાં બાળકો સાથે ચિલ કરવા માટે સૂરજ વોટર પાર્કમાં જઈ શકો છો. વોટર પાર્ક ઉપરાંત, આ સ્થાન પર અન્ય ઘણી મનોરંજક પ્રવૃત્તિઓ છે, જે તમારા બાળકને ચોક્કસથી ગમશે.

 

Exit mobile version