Site icon Revoi.in

સોનાના ભાવમાં સતત ઘટાડો –  છેલ્લા 4 દિવસોમાં 2 હજાર સુધી ઘટ્યા ભાવ

Social Share

દિલ્હીઃ-વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓની કિંમતમાં ઘટાડો થવાને કારણે આજે ભારતીય બજારોમાં પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ પર સોનાનો વાયદો 0.56 ટકા તૂટીને 47549 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.સતત ચતોથાસદિવસે આ ઘટાડો નોંધાઈ રહ્યો છે.

છેલ્લા ચાર દિવસમાં, વૈશ્વિક દરોમાં ઘટાડો અને બજેટ 2021 માં આયાત ડ્યુટી ઘટાડવાની ઘોષણા સાથે, સોનું લગભગ 10 ગ્રામ દીઠ 2000 રૂપિયા સસ્તું થયેલું જોવા મળ્યું છે. એમસીએક્સ પર ચાંદીનો વાયદો આજે એક ટકાના ઘટાડા સાથે 67,848 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે સોનાના દરમાં ઘટાડો અને ઉભરતું અર્થતંત્ર ભારતના ભૌતિક સોનાની માંગને વેગ આપી શકે તેવી પુરેપુરી શક્યતાઓ  છે. ઓગસ્ટ મહિનામાં સોનું 56,200 રૂપિયાની વિક્રમી સપાટીએ  રહ્યું હતું.

વૈશ્વિક બજારોમાં મજબૂત ડોલરના કારણે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સોનાનો સ્પોટ 0.1 ટકા ઘટીને 1,832.84 ડોલર પ્રતિ ઓંસ પર રહ્યો હતો. ડોલર ઇન્ડેક્સ 91.198 પર રહ્યો.આ સાથે જ જો  ચાંદીની વાત કરીએ તો ચાંદી 0.5 ટકા ઘટીને 26.72 ડોલર પર પહોંચી ગઈ છે. સોમવારે 30.03 ડોલરની આઠ વર્ષની ટોચ પર પહોંચ્યા પછી કિંમતોમાં સતત ઘટાડો થયો છે.

પાછલા વર્ષ 2020 માં દેશની સોનાની માંગ 35 ટકાથી વધુ ઘટીને 446.4 ટન રહી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે.

ડબલ્યુજીસીની સોનાની 2020 ની માંગ અંગે, રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે કોરોના વાયરસને કારણે લાગુ કાયેલ કોલડાઉન અને કિંમતી ધાતુઓની કિંમતો સર્વકાળની ઈંચાઈએ પહોંચેલા સોનાની માંગમાં  હવે ઘટાડો થયો છે. જો કે, તે જ સમયે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે અને સતત સુધારા દ્વારા ઉદ્યોગને મજબૂત બનાવવામાં આવ્યો છે. તેથી, આ વર્ષે 2021 માં સોનાની માંગમાં સુધારો થવાની ધારણા છે.

સાહિન-