Site icon Revoi.in

લગ્નની સીઝન પહેલા સોના-ચાંદીના ભાવમાં થઈ શકે છે વધારો

Social Share

લગ્નની સીઝન હવે ફરી શરૂ થવા જઈ રહી છે.ખરીદીનો માહોલ પણ બજારમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે સોના-ચાંદીના વેપારીઓ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે થોડા સમયમાં લગ્નની સીઝન આવતા સોના-ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે. 13 એપ્રિલ 2022ના રોજ મલ્ટી કમોડિટી એક્સચેંજ પર સોનું 35 રૂપિયા મોંઘું થઈને આજે સવારથી 52913.00 રૂપિયા પર વેપાર થઈ રહ્યો છે. જ્યારે, ચાંદીની કિંમતોમાં પણ જોરદાર તેજી નોંધાઈ છે.

જો વાત કરવામાં આવે બુલિયન માર્કેટની તો તેમાં પણ સોના-ચાંદીની કિંમતમાં વધારો નોંધાઈ રહ્યો છે. બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનાનો ભાવ વધીને 49702 રૂપિયા પર વેપાર કરી રહ્યો છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 54220 રૂપિયા પર છે. જ્યારે, 20 કેરેટ સોનાની કિંમત 45183 રૂપિયા છે અને 18 કેરેટનો ભાવ 40665 રૂપિયા પર પહોંચી ગયો છે. તેના સિવાય 16 કેરેટ સોનાનો ભાવ વધારા સાથે 36147 રૂપિયા રહ્યો છે.

વધતી મોંઘવારીની વચ્ચે પણ દેશમાં સોના પ્રતિ લોકોનું આકર્ષણ ગજબનું જોવા મળી રહ્યું છે. દેશમાં સોનાની આયાત 2021-22ની પહેલા 11 મહીના (એપ્રિલ-ફેબ્રુઆરી)માં 73 ટકા વધીને 45.1 અરબ ડોલર પર પહોંચી ગયો છે. વધતી માંગના કારણે સોનાની આયાતમાં વધારો જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષના અંતમાં સોનાની આયાતનો આંકડો 26.11 અરબ ડોલર રહ્યો હતો.